Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2025
  • July
  • RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
Spread the love

ગુજરાત રાજ્યની સહકારી બેંકોમાં અગ્રીમ સ્થાન ધરાવતી ધી વરાછા કો-ઓપ. બેંક લિ. તેમજ કોલેજ ઓફ એગ્રીકલ્ચર બેન્કિંગ (CAB), RBI અને ધી સાઉથ ગુજરાત કો-ઓપ. બેંક્સ એસોસિયેશન લિ. (સ્કોબા) ના સંયુક્ત ઉપક્રમે વિશ્વ સહકાર દિન નિમિતે MISSION AVTU – 2025 હેઠળ અર્બન કો-ઓપ. બેંક્સ ના હોદ્દેદારશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સાથે સાયબર સિક્યુરિટી અંગે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને વક્તા તરીકે સાયબર સિક્યુરિટી ના તજજ્ઞ અને CAB ના જનરલ મેનેજરશ્રી તેમજ વાઈસ પ્રિન્સિપાલશ્રી આનંદ ઉપાધ્યાયજી તેમજ તેમના સાથી મિત્ર CAB ના મેમ્બર ઓફ ફેકલ્ટીશ્રી સૌગત ચક્રવર્તીજી ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ડિજિટલ યુગમાં સાયબર સિક્યુરિટી માટે બેંકો સાથે કર્મચારીઓ પણ સુસજજ થાય અને આધુનિક ટેકનોલોજી સાથે બેન્કિંગ સેવા પૂરી પાડી શકે તે માટે તાલીમ યોજાય હતી. સાયબર સિક્યુરિટી ના તજજ્ઞ શ્રી આનંદ ઉપાધ્યાયજી તેમજ શ્રી સૌગત ચક્રવર્તીજી દ્વારા આશરે 300 જેટલા અર્બન કો-ઓપ. બેંક્સ હોદ્દેદારશ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ ને તાલીમ આપવામાં આવી હતી.

વરાછા બેંક નાં ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટનાં ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળા અને જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણી દ્વારા મુખ્ય મેહમાનશ્રી આનંદ ઉપાધ્યાયજી નું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે સ્કોબા ના જોઈન્ટ સેક્રેટરીશ્રી મયુરભાઈ ચૌહાણ તેમજ જોઈન્ટ સેક્રેટરીશ્રી ગોપાલભાઈ ગોહિલ અને વરાછા બેંકના ડિરેક્ટરશ્રી પ્રભુદાસભાઈ પટેલ દ્વારા વક્તાશ્રી સૌગત ચક્રવર્તીજી નું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સહયોગી સંસ્થા સ્કોબા ના જોઈન્ટ સેક્રેટરીશ્રી મયુરભાઈ ચૌહાણ અને જોઈન્ટ સેક્રેટરીશ્રી ગોપાલભાઈ ગોહિલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં અને બેંકના ડિરેક્ટરશ્રી રાજેન્દ્રભાઈ બાંભરોલીયા, ડિરેક્ટરશ્રી જે. કે. પટેલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્યશ્રી અરવિંદભાઈ ધડુક તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સભ્યશ્રી હરેશભાઈ કાપડિયા દ્વારા પુસ્તક અર્પણ કરી વિશેષ અતિથિશ્રીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.

વરાછા બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરા દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ તેમજ હોદ્દેદારશ્રીઓ અને પાર્ટીસીપેન્ટસ ને ઉષ્માભેર શબ્દો થી આવકાર્યા હતા અને તાલીમ કાર્યક્રમ નું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, બેંકમાં ટેકનોલોજી નો વ્યાપ વધી રહ્યો છે જેની સાથે સાયબર ફ્રોડના જોખમો પણ વધી રહ્યા છે. ત્યારે માત્ર આધુનિક ઉપકરણો થી સાયબર સિક્યુરિટી સુસજ્જ કરવી પૂરતી નથી પરંતુ બેંકના કર્મચારીઓ એ પણ સાયબર સિક્યુરિટી માટે પૂરતું જ્ઞાન અને સતર્કતા દાખવાની જરૂર છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટનાં ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળા દ્વારા પ્રાસંગિક ઉદ્ભોદન આપતા જણાવ્યું હતું કે, આજ નો યુગ ડિજિટલ યુગ છે બેંકો એ આધુનિક ટેકનોલોજી સાથે બેન્કિંગ સેવા પૂરી પાડવી જરૂરી બની છે ત્યારે બેંકો માટે સાયબર સિક્યુરિટી ચિંતાનો વિષય છે. સાયબર ફ્રોડ થી બેંકો એ સંરક્ષણ મેળવવું ખૂબ જરૂરી જણાય રહ્યું છે. ભૂતકાળમાં બેન્કિંગ ક્ષેત્રમાં ઘણી બેંકો સાથે સાયબર ફ્રોડ થવાના કિસ્સા સામે આવ્યા છે જે બેંકો માટે સાયબર સિક્યુરિટી માટે સુસજ્જ થવા માટે ની ચેતવણી છે.

આ તાલીમ કાર્યક્રમમાં વરાછા બેંકના તમામ ડિરેક્ટર્સ તેમજ મેનેજમેન્ટ સભ્યશ્રીઓ અને અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. અંતે વરાછા બેંકના જનરલ મેનેજરશ્રી વિઠ્ઠલભાઈ ધાનાણી દ્વારા આભાર વિધિ કરતા ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ પાર્ટીસીપેન્ટસ નો સહૃદય થી આભાર માન્યો હતો.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
Next: વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Related Stories

mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024
n5dil24p
  • INDIA

જમ્મુ-કાશ્મીરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન: PM મોદીએ લોકતંત્રના ઉત્સવને સફળ બનાવવા કરી અપીલ

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.