Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2026
  • April
  • વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
admin-ajax
Spread the love

ગુજરાત રાજ્યની સહકારી બેંકિંગ ક્ષેત્રમાં મલ્ટી સ્ટેટના દરજ્જા સાથે અગ્રીમ સ્થાન ધરાવતી ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરત માં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. ચૂંટાયેલા સભ્યોની પેનલને Cooperative Election Authority (CEA) દ્વારા મંજૂરી મળ્યા બાદ ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ કુકડીયા અને વાઈસ ચેરમેનશ્રી CA હરેશભાઈ કાપડિયાની આગેવાની હેઠળ નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સે વિધિવત રીતે બેંકનો ચાર્જ સંભાળ્યો છે. તા. 18/04/2026, શનિવારના રોજથી નવનિયુક્ત તમામ હોદ્દેદારશ્રીઓએ બેંકના વિકાસને વધુ ગતિ આપવા અને સભાસદોના અતૂટ વિશ્વાસને કેળવવા ઉત્સાહપૂર્વક પોતાની જવાબદારીઓ સંભાળી છે.

ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ કુકડીયા

ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ કુકડીયા

વાઈસ ચેરમેનશ્રી CA હરેશભાઈ કાપડિયા
વાઈસ ચેરમેનશ્રી CA હરેશભાઈ કાપડિયા

નાણાકીય વર્ષ 2025-26 નાં પરિણામ મુજબ બેંકે રૂ|. 7000 કરોડથી વધુના બિઝનેસ સાથે નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. બેંકના પૂર્વ ડિરેક્ટર્સશ્રીઓએ છેલ્લા 30 વર્ષોમાં સમર્પણ, દૃઢ નિષ્ઠા અને દુરંદેશી દ્રષ્ટિકોણથી બેંકના પાયા મજબૂત બનાવ્યા છે. તેમના આ અથાગ પ્રયત્નોનું જ પરિણામ છે કે આજે બેંક સહકારી ક્ષેત્રમાં વિશિષ્ટ સ્થાન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકી છે. આ પ્રતિષ્ઠિત સંસ્થાની કમાન હવે નવા બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સોંપવામાં આવી છે, જ્યાં પૂર્વ ડિરેક્ટર્સશ્રીઓના અનુભવ અને માર્ગદર્શનનો સતત લાભ મળશે. નવનિયુક્ત ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ કુકડીયા, વાઈસ ચેરમેનશ્રી CA હરેશભાઈ કાપડિયા તથા સમગ્ર બોર્ડે આ અવસરે તમામ સભાસદોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેઓ સંપૂર્ણ નિષ્ઠા, પારદર્શિતા અને પ્રતિબદ્ધતા સાથે બેંકની પ્રગતિને વધુ વેગ આપશે અને સભાસદોના વિશ્વાસને સતત મજબૂત બનાવશે…

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ
1. શ્રી નરેન્દ્રભાઈ એમ. કુકડીયા (ચેરમેન)
2. CA શ્રી હરેશભાઈ ડી. કાપડિયા (વાઈસ ચેરમેન)
3. શ્રી કાંતિભાઈ બી. મારકણા (ડિરેક્ટર)
4. બાબુભાઈ એલ. રાદડિયા (ડિરેક્ટર)
5. ભદ્રેશભાઈ આર. લખાણી (ડિરેક્ટર)
6. બીપીનભાઈ એમ. વિરાણી (ડિરેક્ટર)
7. સી. પી. વાનાણી (ડિરેક્ટર)
8. હરિભાઈ આર. કથીરીયા (ડિરેક્ટર)
9. મનહરભાઈ જી. સાસપરા (ડિરેક્ટર)
10. નૈષધભાઈ એ. જાસોલિયા (ડિરેક્ટર)
11. રાજેન્દ્રભાઈ એલ. બાંભરોલીયા (ડિરેક્ટર)
12. વલ્લભભાઈ એમ. ચોથાણી (ડિરેક્ટર)
13. વિનોદભાઈ એમ. માયત્રા (ડિરેક્ટર)
14. શારદાબેન જી. લાઠીયા (ડિરેક્ટર)
15. વૈશાલીબેન એસ. પટેલ (ડિરેક્ટર)

 

@the Varachha Co-op. Bank surat

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
Next: સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Related Stories

WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS

You may have missed

WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.