Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • ગુજરાતના રાજકરણમાં મોટી ઉથલપાથલ: CM વિજય રૂપાણીનું એકાએક રાજીનામું આપવાનું કારણ
  • GUJARAT
  • INDIA

ગુજરાતના રાજકરણમાં મોટી ઉથલપાથલ: CM વિજય રૂપાણીનું એકાએક રાજીનામું આપવાનું કારણ

Real September 11, 2021
Vijay-Rupani-1
Spread the love

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સહુ કોઈને ચોંકાવી દીધા છે. આને પગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય એવી પણ અટકળો ચાલી રહી છે. આજે રૂપાણી સાથે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ્ ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો છે. જ્યારે અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ સ્થિત સરદારભવનના લોકાર્પણ બાદ રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા છે. રૂપાણી ત્યાંથી મીડિયાને બ્રીફિંગ કરીને રાજીનામું આપવાની ઘોષણા કરી છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ કહ્યું હતું કે 24 કલાકમાં ચિત્ર સ્પષ્ટ થશે.

ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી. એલ. સંતોષ ગુજરાત આવ્યા બાદ રાજ્યમાં ભાજપની હલચલ તેજ થયેલી જોવા મળી હતી. કમલમ્ ખાતે બંધબારણે રાષ્ટ્રીય નેતાઓ સાથે ગુજરાત ભાજપ-પ્રમુખ સી. આર. પાટીલની બેઠક ચાલી રહી છે, જ્યારે બેઠકમાં અન્ય ચાર મહામંત્રી પણ બેઠકમાં હાજર રહ્યા છે. બેઠકમાં ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર છે.

રૂપાણીએ પ્રેસ વાર્તા દરમિયાન ટકોર કરતા કહ્યું કે ગુજરાતમાં સરકાર રૂપાણી કે કોઈ અન્ય નથી ચલાવતું. દરેક ચૂંટણી અને કાર્ય નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ જ લડાઈ છે. સરકાર રૂપાણી કે કોઈ અન્યની નથી મોદીના નેતૃત્વ હેઠળ જ બધું ચાલી રહ્યું છે. દેશ તો મોદીનો જ છે, તેમ રૂપાણીએ ઉમેર્યું હતુ.

જોકે એકાએક રાજીનામાનું કારણ આપવાનું રૂપાણી સહિતના ટોચના નેતાઓ ટાળ્યું હતુ. કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે હું સીએમ પદનો દાવેદાર નથી. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે આ નિર્ણય વિચારવિમર્શથી લેવામાં આવ્યો છે.

કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું કે આગામી રણનીતિ એકાદ દિવસમાં નક્કી થશે. આવતીકાલ સાંજ સુધી સ્થિતિ સ્પષ્ટ થશે. આજે મોડી સાંજે કે કાલે સવારે ધારાસભ્યોની બેઠક બોલાવીને નવા મુખ્યમંત્રી અંગે ચર્ચા કરવામાં આવશે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: કોણ છે આ ન્યાયની દેવી? જે કોર્ટમાં હાથમાં ત્રાજવું અને આંખે પટ્ટી બાંધેલી ઉભી જોવા મળે છે
Next: સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજ ના ૧૦૦૦ સી.એ.. બનશે મોટી તાકાત..CA સાથે સ્નેહ ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.