Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • સુરતના ઘોડદોડ રોડ પર વરસતા વરસાદમાં સિટી બસમાં ભયંકર આગ લાગતાં મુસાફરોની ચિચિયારી, તમામનો આબાદ બચાવ
  • GUJARAT
  • INDIA

સુરતના ઘોડદોડ રોડ પર વરસતા વરસાદમાં સિટી બસમાં ભયંકર આગ લાગતાં મુસાફરોની ચિચિયારી, તમામનો આબાદ બચાવ

Real September 24, 2021
untitled_1632469918
Spread the love

સુરતના ઘોડદોડ રોડ પર રંગીલા પાર્ક સામે વરસતા વરસાદમાં એક મુસાફરોથી ભરેલી સિટી બસમાં આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. બસમાં સવાર મુસાફરોમાં ચીચીયારી મચી ગઈ હતી. જેથી તાત્કાલિક મુસાફરોને સલામત રીતે નીચે ઉતારી દેવાયાં હતાં. સુરત ડિસ્ટ્રીક બેંકના ક્લાર્ક એ ઘટનાને જોઈ તાત્કાલિક ફાયરને જાણ કરી દેતા કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. ઘટનાનો કોલ મળતા ફાયરના જવાનોએ દોડી આવ્યાં હતાં. બાદમાં આગની જ્વાળાઓ પર કાબૂ મેળવી લેતા તમામ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કોલ બપોરના સાડા બારનો હતો. ઘોડદોડ રોડ પર એક સિટી બસમાં આગ લાગી હોવાની જાણ બાદ ફાયરના જવાનો દોડી ગયા હતા. બસની આગ પર વરસતા વરસાદમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. લોકોની ભીડ વચ્ચે અને સાકડા રસ્તા વચ્ચે ફાયરના જવાનોએ સૂઝબૂજથી કામ કરી એક મોટી દુર્ઘટનાને ટાળવામાં સફળ થયા હતા.

સીટી બસમાં આગ પાછળનું કારણ જાણી શકાયું ન હતું. પણ ડ્રાઇવરે તાત્કાલિક લાગતા મુસાફરોથી ભરેલી બસને રોડ બાજુએ ઉભી કરી તમામને નીચે ઉતરી જવા બુમાબૂમ કરી દીધી હતી. ડ્રાઇવરની પ્રસંસનીય કામગીરીને લઈ તમામ મુસાફરોના જીવ બચી ગયા હતા.જો કે બસ બળીને ખાક થઈ ગઈ હતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં અશાંતધારાનું ઉલ્લંઘન કરી બિલ્ડરે બાંધેલી પાંચ માળની ઈમારત પર પાલિકાએ હથોડા ઝીંકાયા,
Next: શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા સુરતમાં ૧૧૦ કરોડના ખર્ચે ‘હોસ્ટેલ સંકુલ’નું થશે નિર્માણ

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.