
છેલ્લા ત્રણ મહિનાથી બંધ થયેલી ઘોઘા-હજીરા રો-રો ફેરી સર્વિસનો આજથી પુનઃ પ્રારંભ થતા સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતમાં અવરજવર કરતા પ્રવાસીઓ અને વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. દિવાળીના તહેવાર પૂર્વે જ રો-રો ફેરી સર્વિસ શરૂ થઈ જતા દક્ષિણ ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર તરફ અવર જવર કરતા લોકોનો સમય અને ખર્ચ બચશે. આજે સવારે હજીરાથી ટ્રીપનો પુનઃ પ્રારંભ થયો હતો.
દિવાળીના તહેવાર પૂર્વે જ ઘોઘા-હજીરા રો-રો ફેરી સર્વિસનો પુનઃ પ્રારંભ થતા દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના ગામડાઓમાં દિવાળી મનાવવા આવતા પરિવારોને અવરજવરમાં સરળતા રહેશે. રો-રો ફેરીના કારણે પ્રવાસીઓના સમય અને ખર્ચની બચત થશે. આજે સર્વિસનો પુનઃ પ્રારંભ થતા પ્રથમ ટ્રીપમાં દહેજથી 100 જેટલી કાર, ટ્રક અને ટુ વ્હીલર્સ સાથે લોકો ઘોઘા આવી પહોંચ્યા હતા. દહેજથી સવારે 9 વાગ્યે ઉપડેલું જહાજ ઘોઘા બપોરે 1 વાગ્યે આવી પહોંચ્યું હતું.