
ગોપાલ ઈટાલીયાના ફોટા પર કાળી શ્યાહી લગાવવામાં આવી
સુરતના લીંબાયત વિસ્તારમાં આપ પાર્ટીના લાગેલા બેનરોમાં ગોપાલ ઈટાલીયાના ફોટા પર કાળી શ્યાહી લગાવવામાં આવી હતી. આ ઘટનાને લઈને ફરી એક વખત રાજકારણ ગરમાયું છે.
૭૫માં સ્વતંત્રતા પર્વ અને રક્તદાન કેમ્પનું આયોજન આપ પાર્ટી દ્વારા લીંબાયત સ્થિત શિવાજી નગરમાં કરવામાં આવ્યું હતું. જેના બેનરો લીંબાયત વિસ્તારમાં લગાવવામાં આવ્યા હતા. આ બેનરમાં આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાનો ફોટો પણ લગાવવામાં આવ્યો હતો. જો કે આ બેનરમાં તેઓના ફોટા પર કાળી શ્યાહી લગાવવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા આપ પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ત્યાં આવી પહોચ્યા હતા અને આ ઘટનાને વખોડી હતી. બીજી તરફ ગોપાલ ઈટાલીયાએ અગાઉ ધાર્મિક ટિપ્પણી કરી હતી જેને લઈને આ કાળી શ્યાહી તેઓના પોસ્ટર પર લગાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ આપ પાર્ટીના કાર્યકરોએ દુધથી આ શ્યાહી સાફ કરી હતી.