Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • વરાછાબેંકની ૨૬મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
  • GUJARAT
  • TECH

વરાછાબેંકની ૨૬મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

Real August 28, 2021
WhatsApp Image 2021-08-28 at 7.01.31 PM
Spread the love

સુરત : સહકારી બેન્કંગ ક્ષેત્રે અગ્રણી ધી વરાછા કો-ઓપ.બેંકની ૨૬મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન તા.૨૮.૦૮.૨૦૨૧, શનિવારના રોજ સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે કોરોનાની માર્ગદર્શિકાના પાલન મુજબ થયું હતું. ધી સઘર્ન ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ. ના પ્રમુખશ્રી આશિષભાઈ ગુજરાતી અને સુરત ડાયમંડ એસો.ના પ્રમુખશ્રી નાનુભાઈ વેકરીયા મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહયા હતા. માત્ર ૨૬ વર્ષના ટૂંકાગાળામાં વરાછાબેંકે ૨૨૦૦ કરોડની થાપણ અને ૯૯૦ કરોડની ધિરાણ સાથે ગુજરાતની સહકારી બેંકોના ટોપટેનમાં સ્થાન ધરાવે છે. કોરોનાના કપરા સમયમાં પણ બેંકે ખૂબ સારી પ્રગતિ કરી છે.

દર વર્ષની માફક વાર્ષિક સાધારણ સભાની સાથે વિશેષ સન્માન સમારોહના આયોજન થકી શહેર, રાષ્ટ્ર અને સમાજને ગૌરવ અપાવનાર વ્યક્તિ વિશેષને સન્માનિત કરીને વરાછાબેંક પોતાનું સામાજીક ઉતરદાયિત્વ નિભાવતી આવી છે. ત્યારે સહકારી બેંકો માટે રોલ મોડલ બનનારી વરાછાબેંક હજુ ખૂબ સારી પ્રગતિ થકી સહકારી જગતમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખશ્રી આશિષભાઈ ગુજરાતીએ પાઠવી હતી

કોરોનામાં વિશેષ કામગીરી કરનાર એકતા ટ્રસ્ટ, ઓકિસજન મેનનું સન્માન સુરત શહેરમાં કોરોનાની મહામારી સમયે જીવ ગુમાવનાર અનેક માનવ મૃતદેહોને સ્મશાનગૃહે પહોંચાડી અંતિમવિધી કરવાની કામગીરી કરી માનવધર્મ બજાવનાર એક્તા ટ્રસ્ટના પ્રમુખશ્રી અબ્દુલ રહમાન મલબારીનું વિશિષ્ટ સેવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. સુરત શહેરને કોરોનાએ ભરડામાં લીધું તે સમયે ઓકિસજનની અછત સર્જાવા પામી હતી તેવા કટોકટીના સમયે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ,સુરત અને અન્ય સહયોગી સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલ ૧૯ જેટલા કોરોના આઈસોલેશન સેન્ટરોમાં દાખલ દર્દીઓ માટે પ્રાણવાયુની બોટલોની વ્યવસ્થા કરીને અનેક દર્દીઓને નવું જીવનદાન આપનાર શ્રી અજયભાઈ કરશનભાઈ પટેલ ખરા અર્થમાં ઑકિસજનમેન બન્યા હતા. વરાછાબૅકે તેઓને સન્માનિત કરીને તેમની અમુલ્ય સેવાને બિરદાવી હતી, ૧૯ જેટલા કોરોના આઈસોલેશન સેન્ટરોમાં દાખલ દર્દીઓને સવાર-બપોર-સાંજ ભોજનની વ્યવસ્થા સતત ખડે પગે રહીને ઉપલબ્ધ કરાવનાર સમાજ અગ્રણી શ્રી મનજીભાઈ વાઘાણીનું વિશેષ સન્માન યકી વરાછાબેંકે આભારભાવ પ્રગટ કર્યો હતો.

વરાછાબેંક શરૂઆતથી જ તમામ સભાસદો અને ખાતેદારોને અકસ્માત વિમા કવચથી સુરક્ષિત કરે છે, પરંતુ વિશેષ પ્રધાનમંત્રી વિમા યોજના અંતર્ગત તમામ ગ્રાહકોને આવરી લેવામાં આવેલ છે. વરાછાબેંકે પોતાના ખાતેદારો માટે ઈફકો-ટોકિયો જનરલ ઇન્સ્યોરન્સ પાસેથી માત્ર ૧૫૧૦માં ૧૫ લાખના સ્તર વાળી અકસ્માત પોલિસી બનાવવામાં આવેલ છે, જે અંતર્ગત બેંકના ખાતેદાર, સ્વ.મંથનભાઈ ધોરાજીયાનું અકસ્માતે અવસાન થતા તેમના વારસદારને રૂ।૧૫ લાખ પર્સનલ અકસ્માત પોલિસીના વળતર પેટે, તેમજ પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત રૂા.૪ લાખ અને બેંકની ખાતદાર અકસ્માત યોજના અંતર્ગત સેવિંગ ખાતા બદલ રૂા.૧ લાખ અને લોન ખતા બદલ રૂા.ર લાખ મળીને કુલ ૨૨ લાખની વિમા રકમનો રોક વારસદારને અર્પણ કરવામાં આવ્યો હતો. માત્ર રૂ।. ૧૮૮૨ પ્રિમીયમના બદલામાં ૨૨ લાખની વીમા રાશી મળવા પામી હતી.

બેંકની ૨૫ વર્ષની સફરયાત્રામાં અમુલ્ય યોગદાન માર્ગદર્શન આપનાર પૂર્વ રોરમેનશ્રી કાનજીભાઈ ભાલાળાનું સ્નેહ સમાન

વરાછાબેંકના પારદર્શક વહીવટ અને નકકર પ્રગતિના મૂળમાં બોર્ડ ઓફ ડાયરેક્ટરની સહકારની ભાવના રહેલી છે. વરાછાબેંકના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર શ્રી કાનજીભાઈ ભાલાળાના નેતૃત્વમાં બેંક ખૂબ સારી પ્રગતિ કરી છે. ત્યારે બેંક માટે પથદર્શક, કુશળ સંગઠક અને દીર્ઘદ્રષ્ટા પૂર્વ ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળાનું સાધારણ સભામાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ દ્વારા જાહેર અભિવાદન કરીને આભાર  વ્યકત કરવામાં આવ્યો હતો.

વરાછાબેંકની સાધારણ સભા કોવિડ ગાઈડલાઈન પ્રમાણે મર્યાદિત સભાસદોની હાજરીમાં યોજાઈ હતી અને તેમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં આશરે ૨૦૦૦થી વધુ રાભાસદ મિત્રો જોડાયા હતા વરાછાબેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરાએ વધુમાં જણાવ્યુ હતું કે બેંકના સ્થાપક  ચેરમેનશ્રી પી.બીઢાંકયા અને શ્રી કાનજીભાઈ ભાલાળાના પ્રેરણાત્મક નેતૃત્વને  લીધે બેંક આજે ટોપટેનમાં સ્થાન ધરાવે છે. બેંકના તમામ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોના સલાહ-સુચન અને માર્ગદર્શન તેમજ ખાતેદાર સભાસદોના સાથ સહકારને કારણે બેંક હજુ ખૂબ સારી પ્રગતિ કરશે વિશ્વાસ છે.

 

સાધારણ સભામાં બેંકના એમડી.શ્રી જી.આર આસોદરીયા સ્વાગત પ્રવચનમાં તમામ મહેમાનોનો પરિચય આપી શબ્દોથી આવકાર્યા હતા. વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતુ કે, બેંકનું સ્વપ્ન હતુ કે બેન્કની  માલિકીનું પોતાનું એક વહીવટી ભવન હોય, આ સ્વપ્ન હવે પુર્ણ થવા જઈ રહયું છે. આશરે એકાદ વર્ષમાં અધતન ટેક્નોલોજી સાથે બેંકનું વહીવટી ભવન નિર્માણ થઇ જશે,

આજના પ્રસંગે બેંકના સ્થાપક રોરમેનશ્રી પી.બી.ઢાંકેચા, એમડી શ્રી જી આર સોદરીયા, વાઈસ ચેરમેનશ્રી પ્રભુદાસ ટી પટેલ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો હાજર રહયા હતા. બેંકના જનરલ મેનેજસ્વી વિઠ્ઠલભાઈ ધાનાણીએ અહેવાલ રજુ કર્યો હતો. કાર્યક્રમના અંતે  આભારવિધી શ્રી કાંતિભાઈ મારકણાઓ કરી હતી જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડેપ્યુટી જનરલ મેનેજરશ્રી સુરેશભાઈ કાકડીયાએ કર્યું હતું.

Continue Reading

Previous: સુરતમાં કોસ્મેટિકની દુકાનમાંથી ઠગબાજ મહિલા અને યુવકે Paytmનો ફેક સ્ક્રિનશોટ બતાવી સામાન ખરીદી છેતરપિંડી કરી જુવો વિડિઓ
Next: પારલે-જી: ભારતને તેનું સૌથી લોકપ્રિય બિસ્કિટ કેવી રીતે મળ્યું

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.