
સુરતમાં દર વર્ષે જન્માષ્ટમીએ લોકો મોટી સંખ્યામાં જુગાર રમતા હોય છે તો સુરત પોલીસ પણ આવા જુગારીઓ સામે લાલ આંખ કરે છે. ત્યારે જન્માષ્ટમીએ સુરતના જુદાજુદા વિસ્તારોમાં જુગાર રમતા 348 જુગારીઓને પોલીસે ઝડપી પાડી 42 જેટલ ફરિયાદો નોંધી લાખોની મત્તા કબ્જે કરી હતી.
જન્માષ્ટમીના તહેવારને લઈ સુરતમાં દારૂ અને જુગારની ગેરકાયદે પ્રવૃત્તિઓ વધી જાય છે ત્યારે આવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે સુરત પોલીસ પણ એકશનમાં રહે છે. તો જન્માષ્ટમીના પર્વએ સુરતના જુદાજુદા વિસ્તારોમાંથી સુરત પોલીસે 352 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતાં. સુરતની વરાછા, કાપોદ્રા, સરથાણા, ગોડાદરા, ઉધના, ડિંડોલી, કતારગામ, ચોક બજાર, પાંડેસરા, અમરોલી, રાંદેર અન પીસીબી પોલીસની ટીમે જુદાજુદા વિસ્તારોમાંથી 348 જેટલા જુગારીઓને ઝડપી પાડી 42 જેટલી ફરિયાદો નોંધી હતી. અને જુગારીઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા, મોબાઈલ, વાહનો મળી 26 લાખ 21 હજારથી વધુની મત્તા કબ્જે કરી હતી. અને તમામ જુગારીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.