
ઉકાઈ ડેમની ફાઈલ તસ્વીર
સુરત
ઉકાઇ ડેમના કેચમેન્ટમાં પણ મેઘરાજા મોડે મોડે મહેર વરસાવતા વિતેલા ૨૪ કલાકમાં ૪ ઇંચ સુધી વરસાદ વરસતા ડેમમાં પાણીથી આવકથી સત્તાધિશોનું ટેન્શન ઓછું થયું છે. ડેમ હાલ ૨૦ ફૂટ જેટલો ખાલી છે.
ઉકાઇ ડેમના ઉપરવાસના ભાગોમાં પણ ઓગસ્ટ મહિનાથી વરસાદના કોઇ ચિહ્નો નહીં દેખાતા પાણીની આવક બંધ થવાની સાથે જ સામે ખેતીપાક માટે પાણી છોડવાનું ચાલુ રખાયુ હોવાથી ડેમની સપાટી ઘટી રહી હતી.
જો કે વિતેલા ૨૪ કલાકમાં ઉકાઇ ડેમના કેચમેન્ટમાં મુશળધાર વરસાદ શરૃ થયો છે. જેથી ડેમમાં પાણીનો મોટો જથ્થો આવશે.
મધરાતથી પાણીની આવક શરુ થઇ હતી. ગત મધરાતે ૧ વાગ્યે ઉકાઇ ડેમની સપાટી ૩૨૫.૨૬ ફૂટ હતી તે વધીને આજે ૩૨૫.૩૪ ફૂટ થઇ હતી.
ઉકાઇ ડેમનું રૃલેલેવલ ૩૩૫ ફૂટ અને ભયજનક લેવલ ૩૪૫ ફૂટ છે. આમ રૃલલેવલથી ડેમ ૧૦ ફૂટ અને ભયજનક લેવલથી ૨૦ ફૂટ ખાલી છે.
મોડીસાંજે હથનુર ડેમમાંથી ૬,૦૦૦ કયુસેક પાણી છોડાતુ હતુ.