
સુરતના :સુરતના જિલ્લાની બ્રીજ નજીક ભંગારના એક ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગી જતા આખું ગોડાઉન બળીને ખાક થઈ ગયું હતું. પ્લાસ્ટિક અને વેસ્ટેજ કચરાને લઈ આગ ઉગ્ર બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ બાદ ચાર ફાયર સ્ટેશનની ગાડીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી કલાકોની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

યશ એમ મોઢ (સબ ફાયર ઓફિસર, કતારગામ) એ જણાવ્યું હતું કે, કોલ લગભગ 4:15 નો હતો. ભંગારના એક ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણ બાદ તાત્કાલિક ટીમ સાથે દોડી ગયા હતા. કચરાના ઢગલા વાળા ગોડાઉનમાં આગ ઉગ્ર દેખાઈ રહી હતી. તાત્કાલિક પાણીનો મારો ચાલુ કરી ઘાચી શેરી, મુગલીસરા અને અડાજણ ફાયરની મદદ લઇ દોઢ કલાકમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું ન હતું. જોકે કોઈ જાનહાનિ પણ નોંધાય નહોતી