Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • સુરતના કતારગામમાં બનેલું શાક માર્કેટ ઉપયોગના અભાવે બન્યું અસામાજિક તત્વોનો અડ્ડો, સ્થાનિકો પરેશાન
  • GUJARAT

સુરતના કતારગામમાં બનેલું શાક માર્કેટ ઉપયોગના અભાવે બન્યું અસામાજિક તત્વોનો અડ્ડો, સ્થાનિકો પરેશાન

Real August 18, 2021 1 minute read
kgam shak mkt baball.avi_snapshot_00.03.346
Spread the love

સુરત: સુરત મનપા દ્વારા રોડ પરના દબાણોની સમસ્યા હલ કરવા રોડ પર ટ્રાફિકના પ્રશ્નને ટાળવા શાકભાજી વેચતા ફેરીયાઓ માટે તમામ ઝોનમાં શાક માર્કેટ બનાવવામાં આવ્યા છે.કતારગામ શિવ દર્શન સોસાયટી પાસે આવેલું શાક માર્કેટ બની ગયા છતાં તેનો ઉપયોગ થતો નથી. શાકભાજી વેચનાર ફેરિયાઓની જગ્યાએ અહીં મજૂરો રહેતા જોવા મળ્યા રહ્યાં છે. કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં અધિકારીઓની લાપરવાહીને પગલે આવા માર્કેટનો ઉપયોગ થતો નથી. જેથી અહીં અસામાજિક તત્વો મોટી સંખ્યામાં આવે જાય છે. સાથે જ દારૂ,ગાંજાની મહેફિલો પણ લાગે છે

સ્થાનિકોએ ફરિયાદ કરતાં પાલિકાના અધિકારીઓ દોડી આવ્યાં હતાં.

ગાંજા જુગાર દારૂ જેવી અનૈતિક પ્રવૃતિઓથી સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. માર્કેટમાં અસહ્ય ગંદકી જોવા મળી રહી છે. સ્વચ્છ સુરતમાં ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યાં છે.લલિતા પાર્ક સોસાયટીના રહીશોએ જણાવ્યું કે, અહીં શાકમાર્કેટમાં રોજ દારૂ, જુગાર, ગાંજો પીવાય છે.અસામાજિક તત્વો જોર શોરથી ગાળા-ગાળી કરતા જોવા મળે છે. અમારે અહીં રહેવું કેવી રીતે? અધિકારીઓ કોઈ પણ આ શાક માર્કેટમાં આવતા નથી.

શાક માર્કેટમાં અસામાજિક પ્રવૃતિઓ ધમધમી રહી છે. દારૂ, જુગાર, ગાંજાનું સેવન અહીં રોજ થાય છે. અસામાજિક તત્વો બેફામ બની રોજ રાત્રે મહેફિલો કરી રહ્યાં છે. વોર્ડ નંબર 7ના નગર સેવક નરેંદ્ર પાંડવને જાણ થતાં તેઓ પણ આ માર્કેટમાં પહોંચ્યા હતા. કતારગામ ઝોનના જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરાઈ છે. તાત્કાલિક આ માર્કેટ શરૂ કરવા જણાવાયું છે. સમગ્ર મામલે ફરિયાદ કરાતાં કતારગામ ઝોન ના અધિકારીઓ દોડતા થયાં છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતના પુણામાં ડિજિટલ પ્રિન્ટિંગના ખાતાની આડમાં ચાલતો જુગાર પકડાયો, 8 જુગારીઓ પાસેથી 2 લાખના મુદ્દામાલ કબ્જે લેવાયો
Next: સુરતના જિલ્લાની બ્રીજ નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, પ્લાસ્ટિક અને કચરો બળીને ખાક, કોઈ જાનહાનિ નહીં

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.