
સુરતના તાપી નદી પરના મક્કાઈ પુલ પરથી બાળક સાથે આપઘાત કરવા જતી મહિલાને રિક્ષા ચાલક અને એક એએસઆઈ પોલીસ જવાને બચાવી લીધી હતી. અને તેને પોલીસ મથકે લઇ જવામાં આવી હતી.
આજે સવારે શહેરના નાનપુરા સ્થિત મક્કાઈ પુલ પર રિક્ષામાં બેસીને પુલ પર આપઘાત કરવાના વિચાર સાથે એક મહિલા પોતાના બાળક સાથે આવી હતી. જે મહિલાએ રિક્ષા પુલ નજીક ઉભી રખાવી હતી. જે બાદ રિક્ષા ચાલકને શંકા જતા તેણે તાત્કાલિક ટ્રાફિક એએસઆઈ પોલીસ જવાનને આ અંગે વાત કરી હતી. જયારે મહિલા મક્કાઈ પુલ પરથી બાળકની સાથે આપઘાત કરવા જતા તે મહિલાને રિક્ષા ચાલક અને પોલીસ જવાને બચાવી લીધી હતી. તેમજ આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા જ સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. અને તે મહિલાને પોલીસ સ્ટેશન લઇ ગઈ હતી.