
લીસ ચોકીની જગ્યાને કારણે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી હતી
સુરત : સુરત શહેરના ઘણા વિસ્તારોમાં પોલીસ ચોકીઓ મુખ્ય માર્ગોની સાથે અડીને છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વકરી જતી હોય છે. સુરતના ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરની કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત બાદ આજે આખરે પીપલોદ પોલીસ ચોકીનું ડિમોલિશન હાથ ધરાયું હતું. સામાન્ય સભા અને સંકલન બેઠકોમાં પણ વારંવાર આ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી રહી હતી.

જેસીબીની પોલીસ ચોકીને દૂર કરી દેવાઇ
સુરતના પોશ વિસ્તાર ગણાતા પીપલોદમાં વાહનોની અવરજવર માટે પોલીસ ચોકી અડચણરૂપ પુરવાર થઇ રહી હતી. જેના કારણે સામાન્ય દિવસોમાં અને રવિવારે ખૂબ જ ટ્રાફિકજામ થઇ જતો હતો. સુરતના પોશ વિસ્તારમાં વાહનોની અવરજવર પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતી હતી. પોલીસ ચોકીની જગ્યાને કારણે ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વકરી રહી હતી. આજે સવારે જેસીબી મશીનની મદદથી પોલીસ ચોકીને દૂર કરી દેવાઇ હતી.