
સુરત મહાનગર પાલિકા સ્વચ્છ સુરત સુંદર સુરતની વાતો કરે છે પરંતુ આ વાતો માત્ર પોશ વિસ્તાર પુરતી છે. ત્યારે હાલ વરાછા મીની બજાર વિસ્તારમાં સાફ સફાઈ ન કરાતી હોય જેને લઈ ગંદકીનું સામ્રાજ્ય સર્જાયાના દ્રશ્યો જોવા મળ્યા છે. આ અંગે ઉકેલ લાવવા માટે અડધી રાત્રે કરફ્યુનો ભંગ કરીને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર નિરાલી પટેલ નીકળી પડ્યા હતા. અને વિડીયો તૈયાર કર્યો હતો. જેથી લોકોની અને અધિકારીઓની આંખો ખુલી શકે..
સુરત શહેરને સ્વચ્છતામાં અનેક એવોર્ડ રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે મળ્યા છે જો કે આ એવોર્ડ માત્ર પોશ વિસ્તારના સર્વેથી જ મળ્યા હોય તેમ લાગે છે. કારણે આજે પણ શહેરના સ્લમ અને છેવાડાના વિસ્તારો સ્વચ્છતા સાથે પ્રાથમિક સુવિધાઓ માટે મંથી રહ્યા છે. જયારે શહેરના ભરચક વિસ્તાર અને જ્યાં દિવસ દરમિયાન કરોડોનો વેપાર થાય છે તેવા વરાછાના મીની બજારમાં છેલ્લા ઘણા સમયથી ગંદકીનુ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તો આ અંગે આક્ષેપ કરવા માટે અને અધિકારીઓની બેદરકારી લોકો સમક્ષ લાવવા માટે અડધી રાત્રે પણ કાફ્યુંનો ભંગ કરીને વોર્ડ નંબર ૫ ના કોર્પોરેટર નિરાલી પટેલ નીકળી પડ્યા હતા અને તેમણે જણાવ્યુ હતું કે આ વિસ્તારમાં ગંદકીનું થર જોવા મળે છે. વરાછા ઝોનના સફાઈ કામદારો દ્વારા સફાઈ કરાતી નથી. અને 14 મહિનાના ટેમ્પાના ભાડા નથી ચુકવાયા જેથી તેઓ પણ એક મહિનાથી સફાઈ કરવા આવતા નથી જે તંત્રની ઘોર બેદરકારી છે. જે સાથે તેમણે અડધી રાત્રે નીકળી પાડીને કર્ફ્યુંનો ભંગ કરીને પોતાની બેદરકારીનો સબુત આપ્યું હતું..