
અઠવાગેટ ધીરજ સંસ નજીક મોપેડ અથડાવીને વલસાડના યુવકની નજર ચૂકવીને તેના ખિસ્સામાં રહેલા રૂપિયા ૧ લાખ ૫૦ હારની ચોરી કરી નાસી ગયા હતા. જે અંગેની જાણ થતા તેણે ઉમરા પોલીસને ફરિયાદ આપી હતી. જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
વલસાડમાં રહેતા અને કન્સલ્ટન્ટસીનો વ્યવસાય ધરાવતા રાજશભાઈ અંકલેશ્વરીયા પોતાના કામને લઈને સુરતમાં આવ્યા હતા. જે કોઈ કામને અર્થે અઠવાગેટ ધીરજસંસ નજીક ઉભા હતા. તે દરમિયાન અજાણ્યે મોપેડ દોરીને લાવીને તેમની સાથે અથડાવી હતી. જે સમયે રાજેશભાઈની નજર ચૂકવીને બીજા અજાણ્યા માણસોએ તેના ખિસ્સામાં રહેલ રોકડા રૂપિયા ૧ લાખ ૫૦ હજારની ચોરી કરી લીધી હતી. જે બાદ રાજેશભાઈને ખિસ્સામાંથી રોકડની ચોરી થયાની જાણ થઇ હતી. જેથી તેમણે તાત્કાલિક ઉમરા પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.