Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • ગુજરાતમાં 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ ગુજરાતમાં રેડ અલર્ટ, આ જિલ્લાઓમાં હજુ પડશે ભારેથી અતિભારે વરસાદ
  • AZAB-GAZAB
  • GUJARAT

ગુજરાતમાં 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ ગુજરાતમાં રેડ અલર્ટ, આ જિલ્લાઓમાં હજુ પડશે ભારેથી અતિભારે વરસાદ

Real September 14, 2021
QDixxMkcUE0-HD
Spread the love

Rainfall in Gujarat: રાજ્યના સૌરાષ્ટ્રમાં (rain in Saurashtra) સાંબેલાધાર વરસાદ વરસતા ક્યાંક ખુશીનાં તો ક્યાંક તારાજીના (Saurashtra weather) દ્રશ્યો સર્જાયા હતા. ગત 24 કલાકમાં રાજ્યનાં (Guajrat rain) 192 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 20 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ તો સૌથી વધુ રાજકોટના લોધિકામાં (lodhika rainfall) 20.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે જામનગરના કાલાવાડમાં 15.5 ઇંચ અનરાધાર વરસાદ વરસ્યો છે. આ સાથે 83 તાલુકામાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો હતો. આ સ્થિતિમાં સૌરાષ્ટ્રમાં આજે રેડ અલર્ટ (Red alert in Saurashtra) આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યા પ્રમાણે, આજે 24 કલાકમાં જૂનાગઢ, રાજકોટ, જામનગરમાં અતિભારે વરસાદની આગાહી છે અને રેડ એલર્ટ છે. દેવભૂમિ અને દ્વારકા, પોરબંદરમાં અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત ગીરસોમનાથ અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જામનગર-રાજકોટ-જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

લોધિકા તાલુકામાં આવેલ લોધિકડી ડેમનો પારો તૂટતા ડેમ ખાલી થયો હતો અને આજુબાજુના ખેતરો ધોવાયા હતા. જેને પગલે લોધિકાથી ગોંડલ જવાનો રસ્તો પણ ધોવાઈ ગયો અને કોઝવે તૂટતા વાહનવ્યવહાર બંધ થયો હતો. આ ઉપરાંત PGVCLની લાઈન તૂટતા તેના રીપેરીંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં 16 ઇંચ, વિસાવદરમાં 16 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજકોટના કાલાવાડ અને જામજોધપુરમાં બે જુદી-જુદી ઘટનાઓમાં એક મહિલા સહિત 3 લોકો તણાયા હતા.ઉલ્લેખનીય છે કે રાજકોટ – લોધિકા તાલુકાને જોડતો રસ્તો ધોધમાર વરસાદમાં ધોવાઈ ગયો છે. જ્યાં પાળ ગામમાં 17 ઇંચ કરતા વધુ વરસાદ પડતાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. અનેક વીજ પોલ ધરાશાયી થયા છે. તળાવ તૂટતા લોધિકા-થોરડી રોડ બંધ થયો છે. ભારે વરસાદના કારણે લોધિકા તાલુકાના કોઠા પીપરીયા ગામમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

Continue Reading

Previous: આગામી ચાર દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી..જાણો કેટલો પડશે વરસાદ
Next: ડાર્ક ફિલ્મ ચોંટાડી કાર હંકારનારા અને ફેન્સી નંબર પ્લેટ લગાવી વાહન હંકારનારાઓ વિરુદ્ધ પોલીસે 10 દિવસ સુધી ખાસ ડ્રાઈવ

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.