Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • ભારતમાં કપાસના ભાવમાં વધારો થવાની શક્યતા..અમેરિકાએ ચીનથી કાપડની ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો
  • BUSINESS

ભારતમાં કપાસના ભાવમાં વધારો થવાની શક્યતા..અમેરિકાએ ચીનથી કાપડની ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો

Real September 6, 2021
483609-cotton-crop
Spread the love

ફુલ મેં ફુલ કાયકા, સબસે ઉત્તમ ફુલ કપાસ કા……. ગુલાબ હોય ચંપો હોય કે મોગરો દેખાવ અને સુગંધ થી ફૂલો વખણાતા હોય પરંતુ સમાજ માટે સૌથી ઉપયોગી ફૂલ અને ગુણ તો કપાસના જ ગણાય છે,કપાસની ખેતી ખેડૂતો અને ખેત મજુરોને રોજગારી આપે છે અને કાપડના મિલો અને કારખાના ધમધમતા રહે છે અને ગરીબોને રોજી અને અમીરોને રૂપિયાની ટંક શાલ આ કપાસ જ આપે છે.ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કપાસ ગુણવત્તાની દ્રષ્ટિએ સૌથી કીમતી ગણાય છે ખેડૂતો અને ઉદ્યોગપતિઓ માટે કપાસની ખેતીને સફેદ સોનુ માનવામાં આવે છે હવે કેન્દ્ર સરકાર દ્વારા કપાસની ખેતી અને તપાસ આધારિત ઉદ્યોગ માટે રાહતના પટારા ખુલી ને વિશ્વ બજારમાં કપાસની નિકાસ ભારતમાં વધુ થાય તેવા પ્રયાસો આરંભાયા ગયા છે.

ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઉત્તમ કપાસ થાય તેવી ફળદ્રુપ જમીન પૂરતું માનવબળ અને ખેડૂતોની કોઠાસૂઝથી કપાસ પુષ્કળ પ્રમાણમાં થાય છે ઉત્તમ ગુણવત્તાના કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના કપાસની વિશ્વભરમાં માંગ છે પરંતુ પૂરતી માળખાકીય સુવિધા અને વ્યવસ્થાના અભાવે ખેડૂતોને કપાસની આવક માં જોઈએ તેટલું વળતર મળતું નથી પરંતુ હવે કાપડ ઉદ્યોગને વેગ આપવા માટે સરકારે નવી કાપડ નીતિ અને ઘરેલું ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું વલણ અપનાવ્યું છે વિશ્વમાં ચીન બાંગ્લાદેશ અને વિયેતનામ સૌથી વધુ કપાસ નિકાસ કરે છે હવે ભારતની નિકાસ વધારવા માટે સરકારે કમર કસી છે.

અમેરિકાએ ચીનથી કપાસની આયાત ઉપર પ્રતિબંધ મુકતા ભારત માટે નિકાસની ઉજળી તક

અમેરિકાએ ચીનના શિનજિયાંગ પ્રદેશમાંથી કપાસની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. તેના કારણે ભારતીય ટેક્સટાઇલ ક્ષેત્ર માટે નવી તકો ઉભી થઇ છે. દેશના કોટન એપેરલ સેક્ટર માટે નિકાસમાં વધારો થઇ શકે છે. તેનાથી ભારતીય કાપડની નિકાસ વધી શકે છે. ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન એક શક્તિવેલે આ વિશે માહિતી આપી.શક્તિવેલે કહ્યું કે એઈપીસીએ ચીનથી અમેરિકામાં નિકાસ કરવા માટે ૨૦ કોટન એપેરલ પ્રોડક્ટ્સની ઓળખ કરી છે. તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પ્રતિબંધો બાદ અમેરીકી બજારમાં માલની અછતને પહોંચી વળવા માટે અમે અમારા સભ્યો સાથે યાદી શેર કરી છે. ચીનના શિનજિયાંગ પ્રદેશમાંથી સુતરાઉ કાપડની આયાત પર અમેરિકી પ્રતિબંધોએ ભારતીય કાપડ માટે તકો પૂરી પાડી છે. જોકે, આ માટે જરૂરી છે કે કાચા માલના ભાવ સ્થિર રહે.

પાંચ વર્ષમાં ૧૦૦ અરબ ડોલરની નિકાસ કરવાનું લક્ષ્ય

ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારે ટેક્સટાઈલ નિકાસમાં ૪૪ અરબ ડોલરનું લક્ષ્ય નક્કી કર્યું છે. ગોયલે કહ્યું કે આ વર્ષે અમે આ લક્ષ્ય હાંસલ કરીશું અને આગામી પાંચ વર્ષમાં દેશની કાપડની નિકાસ વધીને ૧૦૦ અરબ ડોલર થઈ જશે. કાપડ ઉદ્યોગને વેગ આપવા માટે સરકાર ઘણા દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરી રહી છે. જેમાં ઈંગ્લેન્ડ, યુરોપિયન યુનિયન, સંયુક્ત આરબ અમીરાત અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થયો છે.

૭ ટેક્સટાઈલ પાર્ક પણ તૈયાર કરવામાં આવશે

કાપડ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે મેગા ઈન્વેસ્ટમેન્ટ ટેક્સટાઈલ પાર્ક સ્કીમ હેઠળ આગામી ત્રણ વર્ષમાં સાત પાર્ક બનાવવામાં આવશે. બહુ જલ્દી તેને મંજૂરી મળવાની છે. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં ૧ ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે મિત્રા સ્કીમની જાહેરાત કરી હતી.

Continue Reading

Previous: ટ્રોલિંગથી કંટાળીને એક મહિલા પોલીસકર્મીને રાજીનામું આપવાની ફરજ પડી, રંગબાઝીનો વીડિયો વાયરલ થયો
Next: લક્ષ્મીમાતા તમારા ઘરે કેમ નથી આવતી ?.જુઓ સોની સબનો નવોશો ‘શુભલાભ- આપ કે ઘરમેં’

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
WhatsApp Image 2025-05-23 at 6.42.11 PM
  • BUSINESS

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ-2025 માં વરાછા કો-ઓપ. બેંકને ત્રણ એવોર્ડ એનાયત

Real May 23, 2025
WhatsApp Image 2025-02-24 at 5.32.23 PM (1)
  • BUSINESS
  • GUJARAT

વરાછા બેંકની ઉત્રાણ વિસ્તાર ખાતે ૨૮મી શાખાનો શુભારંભ, લોકોને મળશે ઝડપી અને આધુનિક બેન્કિંગ સેવા.

Real February 24, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.