Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • સુરતમાં ગણેશ વિસર્જનનો તખ્તો તૈયાર : જાણો કયા કયા માર્ગો પ્રતિબંધિત, કયા રૂટ ખુલ્લા રેહશે.
  • AZAB-GAZAB
  • GUJARAT

સુરતમાં ગણેશ વિસર્જનનો તખ્તો તૈયાર : જાણો કયા કયા માર્ગો પ્રતિબંધિત, કયા રૂટ ખુલ્લા રેહશે.

Real September 18, 2021
su2409ca_1-m
Spread the love

સુરત: આવતી કાલે મોટી સંખ્યામાં ગણપતિની મૂર્તિઓ નું વિસર્જન કરવા શહેર ના જુદા જુદા વિસ્તારમાંથી સરઘસો નીકળતા હોય છે. સુરત શહેરના રાજમાર્ગ ઉપરથી કૃત્રિમ ઓવારામાં ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવનાર છે.

આ સંજોગોમાં ટ્રાફિક  નિયમન સરળતાથી થાય, કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જળવાય એ માટે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. તે મુજબ તા.19/09/2021ના રોજ ગણપતિ વિસર્જન દરમિયાન સવારે 7 કલાકથી ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજમાર્ગ પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત રહેશે. તેમજ પ્રતિબંધ મૂકવામાં આવેલા માર્ગોનો વાહન વ્યવહાર વૈકલ્પિક માર્ગેથી પસાર થશે.

કયા કયા માર્ગો પ્રતિબંધિત, કયા રૂટ ખુલ્લા રેહશે.

રાજમાર્ગ પર સ્ટેશનથી ચોકબજાર સુધીનો ટ્રાફિક દિલ્હીગેટ ચાર રસ્તાથી લિનિયર બસ સ્ટેશન, ફાલસાવાડી સર્કલ, રિંગ રોડ થઇ જશે. રાજમાર્ગ ઉપર ખૂલતી ગલીઓનો વાહન વ્યવહાર આંતરિક રસ્તાઓ તથા ચૌટાબજાર બ્રિજ નીચેથી બંને તરફ જઇ શકશે. અન્ય વાહનો સરદાર બ્રિજ તથા જીલાણી બ્રિજનો ઉપયોગ કરી શકશે. તથા આંતરિક ગલીઓનો ઉપયોગ કરી રિંગ રોડ તરફ જઇ શકશે. મકાઇ પુલ તથા સરદાર બ્રિજ  જીલાણી બ્રિજનો ઉપયોગ કરી કતારગામ રાંદેર અને રિંગ રોડ તરફ જઇ શકશે. કાંસકીવાડથી આંતરિક ગલીઓનો ઉપયોગ કરી દિલ્લીગેટ તથા રિંગ રોડ તરફ જઇ શકશે. આ વાહનો નવસારી બજાર ચાર રસ્તાથી હનુમાન ચાર રસ્તા, ગોપીપુરા ચોકી, ખપાટિયા ચકલા, ચૌટાપુલ નીચે થઇ નાણાવટ થઇ મુગલીસરા તરફ જશે.

સચિન સુડા આવાસ માર્ગનો ટ્રાફિક તુલસી હોટેલ સચિનથી નવસારી રોડ તરફ ડાયવર્ટ કરાશે. ભગવાન નગર સરથાણા જકાતનાકા તરફના બંધ માર્ગનો ટ્રાફિક લટુરિયા રોડથી સીમાડા રોડ થઈ વીટીનગર થઈ નવજીવન સર્કલ તરફ જશે. સિંગણપોર ચાર રસ્તાનાં વાહનો કંથારિયા હનુમાન ચોકથી ડભોલી બ્રિજ તરફ જઈ શકશે. પંડોલ. ફૂલવાડીનો ટ્રાફિક જીલાની બ્રિજ થઈ જશે. ગજેરા સર્કલથી લંકા ઓવારા સુધીનો ટ્રાફિક મેઈન રોડ થઈ ડાયવર્ટ કરાશે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં આજે થયું રેકોર્ડતોડ વેક્સીનેશન, 1 લાખ 75 હજાર સુરતીઓને વેક્સીન મૂકાઇ
Next: સ્ત્રી પુરુષોએ રા તના સમયે આ 4 કામ ના કરવા જોઇએ ઘરમાં બ-ર-બા-દી આવી શકે છે

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.