
કળિયુગનો અંત ક્યારે થશે. એ વાત અનેક વખત ચર્ચાતી આવી છે. જો કે એ વિશે કોઈ નિશ્રિત ભવિષ્યવાણી નથી. પણ બ્રહ્મવૈવર્ત પુરાણમાં કળિયુગના અંતનું જે વર્ણન કરવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કળિયુગમાં વ્યક્તિની ઉંચાઈ વધું ઘટી જશેય સ્ત્રી અને પુરુષ થોડા વધું દુર્બળ થઈ જશે. 16 ઉંમરે તો માથાના વાળ પાકીને સફેદ થઈ જશે. નાની ઉંમરમાં મૃત્યુનું પ્રમાણ વધી જશે. લોકો માનસિક સંતુલન ગુમાવી દેશે. તેને લી મગજ બહેર મારી ગયું હોય તેવું વર્તન વધી જશે. લોકોમાં ગાંડપણના અંશો વધું જોવા મળશે.
મળશે આવા સંકેત :નારાયણે પોતે જ નારદજીને જણાવ્યું છે કે કળિયુગમાં એક સમય એવો આવશે કે જ્યારે તમામ પુરુષો અને સ્ત્રીઓને આધીન થઈને જીવન વ્યતીત કરશે. પાપની બોલબાલા વધી જશે. મનુષ્ય સાત્વિક જીવનની જગ્યાએ તામસીક જીવન જીવવામાં વિશ્વાસ કરશે.
કળિયુગમાં ગંગા નદી સૂકાઈ જશે : કળિયગુમાં પાંચ હજાર વર્ષ થશે પછી ગંગા નદી સૂકાઈ જશે. અને નર્મદા નદી પણ પાઘડી પન્ને જ રહેશે. એટલે કે સાંકડી થઈ જશેય. જ્યારે કળિયુગમાં દસ હજાર વર્ષ થઈ જશે ત્યારે તમામ દેવતાઓ પૃથ્વીને છોડીને પોતાના ધામમાં ચાલ્યા જશે. વ્યક્તિ પૂજન- કર્મ, વ્રત – ઉપવાસ જેવા તમામ ધાર્મિક કાર્યોનો છેદ ઉડાડી દેશે. નહિં કરે. એક સમય એવો આવશે કે જમીનથી અન્નનું ઉત્પાદન પણ નહિં થાય. જમીન જળમગ્ન થઈ જશે. પૃથ્વી પર કલકી અવતાર જન્મ લેશે તેની સાથે જ પૃથ્વી પર અત્યાચારોનું શમન કરવા તે યુદ્ધ કરશે.