Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • વટ પાડી દીધો / UPSC ની પરીક્ષામાં સુરતના કાર્તિક જીવાણીએ સમગ્ર દેશમાં 8 મો ક્રમાંક મેળવ્યો
  • AZAB-GAZAB
  • BUSINESS
  • ENTERTAINMENT
  • GUJARAT
  • TECH

વટ પાડી દીધો / UPSC ની પરીક્ષામાં સુરતના કાર્તિક જીવાણીએ સમગ્ર દેશમાં 8 મો ક્રમાંક મેળવ્યો

Real September 25, 2021
239626594_3005139549773892_2239590454809078075_n
Spread the love

સુરતનો હવે શિક્ષણ ક્ષેત્રમાં પણ ડંકો વાગી રહ્યો છે. UPSC ની પરીક્ષામાં અત્યારસુધી ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ આગળ પડતું ન હતું. એ મિથ્યાને સુરતના યુવાને તોડી છે. સુરતના કાર્તિક જીવાણીએ UPSC ની પરીક્ષામાં સમગ્ર દેશમાં 8મુ સ્થાન મેળવ્યું છે. લાંબા સમય બાદ ગુજરાત અને તેમાં પણ સુરતના કોઈ વિદ્યાર્થીએ આ સિદ્ધિ મેળવી છે. કાર્તિક જીવાણીએ ત્રણ વખત UPSC ની પરીક્ષા પાસ કરી છે.

મહત્વની વાત તો એ છે કે કાર્તિક જીવાણી એ પરીક્ષાની તમામ તૈયારીઓ સુરતથી જ કરી હતી. દિલ્હીમાં પણ તેણે અભ્યાસ માં મદદ માટે કોઈ પણ કોચિંગ કલાસ જોઈન નહોતા કર્યા. સુરત બેસીને તેણે દિલ્હીના તમામ UPSC ના કલાસીસ ફક્ત ઓનલાઈન જોઈને જ અભ્યાસ કર્યો હતો. અને માત્ર ને માત્ર તેના આધારે જ તૈયારીઓ કરી હતી.

કાર્તિકે ધોરણ 12 સુધીનો અભ્યાસ સુરતમાં કર્યો હતો અને ફે પછીનો ઉચ્ચ અભ્યાસ તેણે મુંબઈમાં કર્યો છે. કાર્તિક જીવાણીએ 2019માં પહેલીવાર જ્યારે આ પરીક્ષા પાસ કરી ત્યારે તેનો 94મો ક્રમ આવ્યો હતો. 2020માં બીજી વાર પરીક્ષા આપી ત્યારે તે 84માં ક્રમે આવ્યો હતો. બંને વખતે ફક્ત એક જ માર્ક્સ માટે ફે IAS થતા રહી ગયો હતો. પણ તો ય તેણે હિંમત હારી નહોતી. અને સતત પ્રયાસો ચાલુ રાખ્યા હતા.

2021માં ત્રીજી વાર જ્યારે પ્રયાસ કર્યો ત્યારે સમગ્ર દેશમાં આ વખતે તેણે 8મો નંબર મેળવ્યો છે. અને સુરતનું નામ રોશન કરીને તેનું આઈએએસ બનવાનું સપનું પણ પૂરું કર્યું છે. આ સફળતા સુધી પહોંચવા કાર્તિક સતત આઠથી દસ કલાક વાંચતો હતો. સવારે સુઇને તે ફક્ત રાત્રે જ વાંચન કરતો હતો. તેણે પોતાની આ સફળતાનો શ્રેય તેના માતાપિતા ને આપ્યો છે.

હવે ગુજરાત અને ગુજરાતી વિદ્યાર્થીઓ GPSC અને UPSC તરફ વધુ વળી રહ્યા છે. કાર્તિકે જણાવ્યા પ્રમાણે જે વિદ્યાર્થીઓ આ ફિલ્ડમાં આવવા માંગતા હોય તેમણે સતત ન્યૂઝપેપર વાંચવા જોઈએ. રિવિઝનની સાથે સતત લખવાની પણ પ્રેક્ટિસ પાડવી જોઈએ.

કાર્તિક હાલ હૈદરાબાદ ખાતે આઈપીએસની ટ્રેનિંગ લઈ રહ્યા ક્ષહહે. જેને પૂર્ણ થવામાં દોઢ મહિનો બાકી છે. એ પછી તે આગળ અભ્યાસ માટે જશે.કાર્તિકના પિતા ડો.નાગજીભાઈ વરાછામાં લેબોરેટરી ચલાવે છે.

1994માં જ્યારે પ્લેગ આવ્યો ત્યારે સુરતમાં ડિલિવરી કરાવનાર કોઈ ડોકટર નહોતા. આ વાત સાંભળીને સુરતમાં આવેલા પાલિકા કમિશનર એસ.આર.રાવે સુરતની ભૌગોલિક સ્થિતિ બદલી નાંખી હતી. કાર્તિક જીવાણીમાં પણ ત્યારથી આઈએએસ બનવાના બીજ વવાયા હતા. જે આજે કૂંપળ બનીને ફૂટી નીકળ્યું છે. અને ભવિષ્યમાં તે વટવૃક્ષ બનીને સુરતનું નામ રોશન કરશે.

Continue Reading

Previous: દિવાળીએ સૌરાષ્ટ્રજવા એસટી દ્વારા ડબલ ભાડું ન વસૂલનામાં આવે તે માટે ડાયમંડ એસોસિએશન દ્વારા માગ કરાઈ છે
Next: ગરમ પાણી પીવાથી મળી શકે છે ઘણા લાભ, આરોગ્ય અને સુંદરતામાં થશે વધારો…

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.