
‘જા અહીંયા પાંચમા માળે મારી બહેન રહે છે. એની પાસે 15 હજાર લઈ આઉં, હું નીચે તારી રાહ જોઉં છું’ કહી મહિધરપુરા ભવાની વડની રાજેશકુમાર નારાયણભાઈ નામની આંગડીયા પેઢીનો પૂર્વ કર્મચારી કંપનીના કર્મચારીને વિશ્વાસમાં લઈ રૂપિયા 12 લાખ 30 હજારના દાગીના ભરેલા બે પાર્સલ લઈ ભાગી ગયો હોવાનું સામે આવ્યું છે. નીતિનને નોકરી પર રાખ્યાના 13માં જ દિવસે એનો પરિચય સારો નહિ આવતા એને નોકરીમાંથી છૂટો કરી દેવાયો હતો. જોકે ડિલિવરી આપવા જતા અને રસ્તે ભેગા થયેલા પેઢીના કર્મચારી એ નીતિન પર વિશ્વાસ મુક્તા બન્ને પાર્સલ ચોરી થયા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ રીંગરોડ શ્રીધર પલ્સ ખાતે રહેતા પ્રવિણભાઈ પરષોતમદાસ પટેલ રાજેશકુમાર નારાયણભાઈ નામની આંગડિયા પેઢીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં લફભગ 7 શાખાઓ છે. નિતિન રમણભાઇ પટેલ લગભગ 13 દિવસ પહેલા સુરત શાખામાં નોકરી પર રાખવામાં આવ્યો હતો. જોકે એનો પરિચય ખરાબ આવતા તત્કાલિક છૂટો કરી દેવાયો હતો. પરંતુ એને પેઢીના કર્મચારીઓ સાથે મિત્રતા બાંધી લીધી હતી.
શુક્રવાર ની બપોરે પેઢીનો જૂનો કર્મચારી કાંતીભાઈ ખોડીદાસ વસાવા પાર્સલ આપવા નીકળ્યો હતો. ત્યારે નીતિન એને રસ્તે ભેગો થયો હતો. અને પાર્લે પોઇન્ટ નજીકના એક એપાર્ટમેન્ટમાં બહેન પાસે રૂપિયા 15 હજાર લેવા મોકલી રૂપિયા 12 લાખ 30 હજારના દાગીના ભરેલા પાર્સલ લઈ ભાગી ગયો હતો. કાંતીની પૂછપરછમાં એને જણાવ્યું હતું કે, નીતિન એને મળવા આવતો હતો અને બહાર પણ મળતો હતો. એક દિવસ પાર્લે પોઇન્ટ નજીક એક એપાર્ટમેન્ટના 5 મા માળે મારી બહેન રહે છે. એવું જણાવ્યું હતું. ને શુક્રવારે રસ્તામાં મળ્યા બાદ હું ચાલી નહિ શકું એવું બહાનું કાઢી મને ઉપર મોકલ્યો હતો. જોકે નીચે વોચમેને કહ્યું આવું કોઈ અહીંયા રહેતું જ નથી એટલે શંકા જતા દોડી ને ગાડી પાસે આવ્યો તો બન્ને પાર્સલ ગાયબ હતા. જોકે આ બાબતે મહિધરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.