
સુરત શહેરના પીપલોદ વિસ્તારના વિમલ હબ કોમ્પેલક્ષના ધ -સાઈન સ્પામાં ચાલતા કૂટણખાને પોલીસે ઝડપી પાડ્યું હતું. પોલીસની રેડ દરમિયાન એક ગ્રાહક અને યુવતી કઢંગી હાલતમાં ઝડપાયા હતા. આ સાથે સ્પાના સંચાલક અને એક ગ્રાહકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સ્પાની માલિક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. પોલીસને થાઈલેન્ડની 6 યુવતીઓને મુક્ત કરવામાં સફળતા મળી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સ્પામાં ગ્રાહકો પાસેથી 3 હજાર રૂપિયા લેવામાં આવતા અને તેમાંથી માત્ર 1 હાજર રૂપિયા યુવતીઓને આપવામાં આવતા હતા.
ઉમરા પોલીસને બાતમી મળી હતી કે, પીપલોદમાં આવેલા વિમલહબ કોમ્પેલક્ષના ધ-સાઈન સ્પાની માલિક જ્યોતી સુંદરલાલ દાસે સ્પા સંચાલક રાખી સ્પા અને મસાજ માટે કુલ 6 થાઇલેન્ડ દેશની યુવતીઓ રાખી સ્પાના આડમાં દેહ વેપારનો વેપાર ધંધો કરાવતી હતી. થાઈલેન્ડની યુવતીઓ પાસે પોતાના આર્થિક ફાયદા માટે દેહવેપારનો ધંધો કરાવી કમિશન મેળવી તેમજ આ કામ માટે સંચાલક તરીકે યોગેશ રાણાભાઇ ડાંગરને નોકરીએ રાખ્યો હતો.
સ્પાના સંચાલકની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, સ્પાની માલિક જ્યોતિ અને યોગેશ મસાજ કરાવવા બહારથી ગ્રાહકો આવે તેને શરીરસુખ માટે 3000 રૂપિયા વસૂલતા હતા. આ રૂપિયામાંથી યુવતીઓને 1000 રૂપિયા આપવામાં આવતા હતા. પોલીસે સ્પામાંથી થાઈલેન્ડની 6 યુવતીઓને મુક્ત કરાવી હતી.