
સુરતના સાયણની સિદ્ધિવિનાયક સોસાયટીમાં કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી. માતા રસોઈ બનાવતી હતી એ વખતે ચોથા માળની ગેલેરીમાં રમતાં 2 વર્ષના બાળકનું નીચે પટકાતા મોત નીપજ્યું હતું. માતાની નજર સામે જ સર્જાયેલી કરૂણ દુર્ઘટનાને લઈને પરિવાર તાત્કાલિક બાળકને સિવિલ લઈ આવ્યું હતું. જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યું હતું. મોટી દીકરી બાદ જન્મેલા એકના એક દીકરાના મોતને લઈને સિવિલ હોસ્પિટલમાં પરિવારે હૈયાફાટ રૂદન કર્યું હતું.
રમોદ સ્વાઈ (મૃત બાળકના પિતા) એ જણાવ્યું હતું કે, એક દીકરી પર એકનો એક દીકરો હતો. સંર્પૂણ પરિવારની વ્યાખ્યા બની હતી. સાહિલ ખૂબ જ લાડકો હતો. હું તો કામ પર હતો. પત્ની ઘરે હતી. સાહિલ ચોથા માળેથી નીચે પડ્યો એનો ફોન આવ્યોને પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. શું કહું દોડીને હોસ્પિટલ આવ્યો તો એનો મૃતદેહ જ જોવા મળ્યો, રોજ સાહિલ નો હસતો ચહેરો જોઈને કામે જવાની અને કામ પરથી આવ્યા બાદ જોવાની આદત પડી ગઈ હતી. જેને એક ભૂલથી હમેંશાની ઊંઘમાં જોયો, હૃદય ફાટી ગયું હોય એમ લાગ્યું હતું.
લુમ્સ ખાતા ના માસ્ટર છે. સાહિલ 2 જ મહિનાનો હતો. બાળક ને રમતો છોડી પત્ની રસોઈ બનાવી રહી હતી. મોટી દીકરી નીચે રમવા ગઈ હતી. પત્નીનું ધ્યાન ભટક્યું ને સાહિલ રમતા રમતા ગેલેરીમાંથી નીચે પટકાતો