Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • October
  • રાજનીતિનાં મંચ પર 6 વર્ષ બાદ પરત ફર્યા લાલુ પ્રસાદ યાદવ, દેખાયો જુનો અંદાજો
  • INDIA

રાજનીતિનાં મંચ પર 6 વર્ષ બાદ પરત ફર્યા લાલુ પ્રસાદ યાદવ, દેખાયો જુનો અંદાજો

Real October 27, 2021
LALU PRSAD YADAV
Spread the love

ચૂંટણી રેલીમાં લાલુ યાદવે ન માત્ર તેમના પ્રખર હરીફ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું પરંતુ ભાજપ પર પણ જોરદાર નિશાન સાધ્યું હતુ. નીતીશ કુમારનાં ગોળીવાળા નિવેદન પર લાલુએ પલટવાર કર્યો હતો.

રાષ્ટ્રીય જનતા દળ (RJD)નાં રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે છ વર્ષ બાદ બુધવારે ચૂંટણી રેલીને સંબોધિત કરી. લાલુ બિહારની બે વિધાનસભા બેઠક તારાપુર અને કુશેશ્વરસ્થાનની પેટાચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા છે. ચૂંટણી રેલીમાં લાલુ યાદવે ન માત્ર તેમના પ્રખર હરીફ નીતિશ કુમાર પર નિશાન સાધ્યું પરંતુ ભાજપ પર પણ જોરદાર નિશાન સાધ્યું હતુ.

આપને જણાવી દઇએ કે, નીતીશ કુમારનાં ગોળીવાળા નિવેદન પર લાલુએ પલટવાર કર્યો હતો. તેઓએ કહ્યું, ‘અમે તમને કેમ ગોળી મારીશું, તમે જાતે જ મરી જશો.’ લાલુએ કહ્યું કે નીતીશ કોઈનાં નથી, તેમને ડર છે અને તેઓ પોતે જ મરી જશે. જણાવી દઇએ કે, એક દિવસ પહેલા નીતિશ કુમારે કહ્યું હતું કે લાલુજી ઈચ્છે તો અમને ગોળી મારાવી દે. જો કે, નીતીશ કુમાર લાલુ યાદવનાં વિસર્જનનાં નિવેદન પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા, જેમાં RJD અધ્યક્ષે કહ્યું હતું કે તેઓ (નીતીશ) તેમનુ વિસર્જન કરવા આવ્યા છે. ભીડને વોટ કરવાની અપીલ કરતા લાલુ યાદવે કહ્યું, ‘ગોલી ચલે કે ગોલા, જીતેગા હમારા ભોલા, મતલબ RJD નાં ઉમેદવાર અરુણ સાહ’. તેમણે કહ્યું કે, “અમે નીતીશને મુખ્યમંત્રી બનાવ્યા હતા પરંતુ તેઓ ભાજપનાં ખોળામાં બેસી ગયા. તેઓ કહેતા હતા કે જે બિહારને વિશેષ દરજ્જો આપશે તે તેમની સાથે જશે, તો વિશેષ દરજ્જો કેમ નહીં અપાવતા.” કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા લાલુ યાદવે કહ્યું કે, મોદી સરકાર દેશનું બધું જ વેચી રહી છે. રેલ, જહાજો બધું વેચી દીધું. તેમણે કહ્યું કે આગામી સમયમાં અદાણી પણ પ્લેટફોર્મ પર ચઢવા માટે પાંચ હજાર રૂપિયા લેશે. તેમણે કહ્યું કે, તેમણે રેલ્વે મંત્રી રહીને એક રૂપિયો પણ નથી વધાર્યો, પરંતુ મોદી સરકારમાં દરરોજ ભાડું વધી રહ્યું છે. ટ્રેનમાં બેડશીટ કે પાણી નથી. તેમણે કહ્યું કે રેલ્વેની જર્સી ગાય હતી પરંતુ આ લોકોએ તેને પણ વેચી દીધી. RJD અધ્યક્ષે કહ્યું કે, તેમણે રેલ્વેને 50 હજાર કરોડની વધારાની આવક આપી છે.

हमने कहा कि नीतीश कुमार की सरकार का विसर्जन हो रहा है, नीतीश बोलते हैं कि हमें गोली मार दे। ह​म क्यों तुम्हें गोली मारेंगे तुम खुद मर जाओगे: तारापुर में आयोजित रैली में राजद प्रमुख लालू प्रसाद यादव pic.twitter.com/aUxmBQmsWq

— ANI_HindiNews (@AHindinews) October 27, 2021

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સ્વરૂપવાન યુવતીએ સુરતના વેપારીને મોહ જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા
Next: પૈસા ગણતા ગણતા થાકી જશો પુરા 72 વર્ષો બાદ ધનતેરસ મહાલક્ષ્મી યોગ 7 રાશિઓની લોટરી

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.