
પુણાના લવ જેહાદ કેસમાં મુસ્લિમ યુવકે નામ બદલીને હિંદુ નામ રાખીને કિશોરીને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેની પર બળાત્કાર પણ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ કેસમાં પુણા પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણની સાથે બળાત્કાર અને ધર્મ પરિવર્તનની કલમ પણ ઉમેરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પુણા વિસ્તારમાં નારાયણનગરમાં આવેલા શ્રીમહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં આરોપી મોહંમદ અલી મલિક( 21 વર્ષ) રહે છે. તે લોકોને પોતાનું નામ રાહુલ પટેલ જણાવતો હતો.
સોશિયલ સાઇટ પર તેની ઓળખાણ તે જ વિસ્તારમાં રહેતી 17 વર્ષિય પરીતા ( નામ બદલ્યું છે) સાથે થઈ હતી. મોહંમદ મલિકે તેને પણ રાહુલ પટેલ તરીકે ઓળખ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. તેના હાથ પર રાહુલ નામનું છુંદણુ પણ હતું. મલિકે નંદિતાનું અપહરણ કર્યું હતું. નંદિતાના માતાએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક આરોપી મોહંમદ મલિકને પકડી પાડ્યો હતો. આરોપી મોહંમદ મલિકે પરીતાને અલગ-અલગ સ્થળોએ અને ફાર્મ હાઉસમાં લઈ જઈ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.
મોહંમદ મલિકે પરીતાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ પણ કર્યું હતું. તેને જબરજસ્તી નમાજ પઢવા પણ દબાણ કરી નમાજ પણ પઢાવી હતી. ધર્મ પરિવર્તન કરવા માટે પરીતાએ ના પાડી તો ધમકી આપી હતી. પોલીસે મોહંમદ મલિકની ધરપકડ કરી લીધી છે. પોલીસે અપહરણ, બળાત્કાર, વિશ્વાસઘાત, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધી છે. આ કેસમાં આગળની વધુ તપાસ એસીપી બી.એમ.વસાવા કરી રહ્યા છે.
મોહમંદ મલિક નંદિતાનું અપહરણ કરી ભરૂચ અને ત્યાંથી કરજણ ઓસ્ટીલા ધ વીલા ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો.ત્યારે મોહંમદે નંદિતાને કહ્યું કે, હું મુસ્લિમ છું. તારે ઈસ્લામ ધર્મ અંગીકાર કરી બુરખો પહેરવો પડશે.મૌલવી પાસે જઈ નિકાહ કરીશંુ તો નંદિતાએ ધર્મ સ્વીકારવા ના પાડી પોતાનો જીવ બચાવી પિતાના ઘરે ભાગી આવી હતી.