Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • November
  • સુરતમાં બ્રિજ પરથી યુવક તાપી નદીમાં કૂદ્યો, મોતને જોઈ પિલર પકડી એક કલાક બેઠો, આખરે ફાયરે બચાવ્યો જુવો વિડીઓ
  • GUJARAT
  • INDIA

સુરતમાં બ્રિજ પરથી યુવક તાપી નદીમાં કૂદ્યો, મોતને જોઈ પિલર પકડી એક કલાક બેઠો, આખરે ફાયરે બચાવ્યો જુવો વિડીઓ

Real November 15, 2021
untitled2_1636971341
Spread the love

રવિવારની રાત્રે મોતને વ્હાલું કરવાના ઈરાદે સુરતમાં કાપોદ્રા-ઉતરાણ બ્રિજ ઉપરથી તાપી નદીમાં ભુસ્કો મારનાર ઈસમને એક કલાક બાદ ફાયરના જવાનોએ હેમખેમ બચાવી લીધો હતો. પાણીમાં પડ્યા બાદ મોતને પોતાની નજર સામે જોઈ વ્હાલી જિંદગીને બચાવવા પાણીમાં જ હાથ પગ મારનાર યુવકે પાણીમાં બ્રિજના પિલરને પકડીને મામાને ફોન કરતા આખી ઘટના સાંભળાવતા પરિવારે ભાગદોડ કરી યુવકને બચાવી લીધો હતો.

ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના રાત્રે 12.23 કલાકની હતી. કાપોદ્રા ઉતરાણ બ્રિજ પરથી એક યુવકે ભુસ્કો માર્યો હોવાનો કોલ મળ્યો હતો. ઘટનાની જાણ બાદ ફાયરના જવાનોની તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયરના ત્રણ જવાનોએ પાણીમાં ઉતરી રિંગ બોય વડે યુવકને સહીસલામત બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. તેના મામા પણ સ્થળ ઉપર હાજર હતા. યુવક કારિગલ ચોક પાસેની ચક્રતા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય હોવાનું બહાર આવ્યું હતું.

ફાયર ઓફિસર વાળાએ જણાવ્યું હતું કે યુવકે તાપી નદીમાં ભુસ્કો માર્યા બાદ પાણીમાં ડૂબી રહ્યો હતો. જોકે મોતને વ્હાલું કરવાનો ઈરાદો હોવા છતાં પાણીમાં પડ્યા બાદ તેને પોતાનો જીવ વ્હાલો લાગતા બચવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. પાણીમાં જ આમ તેમ હાથ પગ મારવા લાગ્યો હતો. ત્યારે બ્રિજનો પિલર તેના હાથમાં આવી ગયો હતો. પાણીમાં જ તેને પિલરના ગેપ પાસેથી પકડી રાખ્યો હતો. આમ તે લગભગ એક કલાક સુધી રહ્યો હતો.

Continue Reading

Previous: કેન્સરગ્રસ્ત શ્વાન સાજો થતાં વડોદરાની યુવતીએ પગપાળા પાવાગઢ જઇને દર્શન કર્યાં
Next: સુરતમાં રસીના 2 ડોઝ ફરજિયાત, રસી નહિ મુકવનારને જાહેર સ્થળો પર પ્રવેશ નહિ અપાય

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.