
સુરત શહેરમાં કોરોના કેસોમાં ઘટાડો થતા શાળાઓ ફરી શરૂ થઈ છે.જેથી પાલિકાનું ફાયર વિભાગ પણ કામે લાગ્યું છે.અલગ અલગ ટીમ બનાવી આઠ ઝોનમાં આવેલી શાળાઓમાં સરપ્રાઈઝ ચેકીંગ શરૂ થતાં સંચાલકોમાં પણ ફફડાટ ફેલાયો છે,
બેદરકારી દાખવનાર શાળાઓ પર ફાયર વિભાગે બાજ નજર રાખી છે, વેકેશન પછી ધમધમતી થયેલી શાળાઓ પર પાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે, બાળકોની સુરક્ષા સાથે લાપરવાહી કરનાર શાળાઓને હવે છોડવામાં નહીં આવે આવે શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેના માટે અલગ અલગ ઝોનમાં શાળાઓમાં ચેકીંગ કરવા ફાયરની ટીમ નીકળી પડી છે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે શાળાઓમાં અપૂરતા સાધનો, એન્ટ્રી, એક્ઝીટ અને સાધનો વેલીડ ડેટના છે કે નહીં તે તમામની ચકાસણી કરાશે, સિલિંગની કામગીરી કરવા સુધીની ફાયર વિભાગની તૈયારી જોવા મળી રહી છે.
સુરતમાં અવારનવાર આગની ઘટના બનતી હોય છે, કેટલીક બેદરકાર શાળાઓ માત્ર પૈસા બચાવવા ખાતર ફાયરના સાધનોની વ્યવસ્થા ન કરી બાળકોના જીવ જોખમમાં મુક્તિ હોય છે,જેથી બાળકોના જીવ જોખમમાં ના મુકાય તે હેતુસર પાલિકાના ફાયર વિભાગ દ્વારા શાળાઓમાં ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે..
https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2
વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં
અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.
વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.
Team Real Network