
સુરતમાં ચાલ, તારી સાથે છેલ્લી ચા પી લઉં, કહી જમીન ઉપર ઢળી પડેલા રત્નકલાકારે ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃતક ધીરુભાઈ બચુભાઇ ઉનાગરના નાના દીકરાએ જણાવ્યું હતું કે 2-3 મહિનાથી પિતા અશક્ત હોવાનું કહેતા હતા. ડોક્ટરને બતાવ્યું પણ હતું. બસ શું થયું આજે સવારે મમ્મી સાથે ચા પીતાં પીતાં કહ્યું, ઝેરી દવા પી લીધી છે ને મમ્મીએ બૂમાબૂમ કરી દેતાં અમે હોસ્પિટલ લઈ આવ્યા તો ડોક્ટરોએ મૃત જાહેર કરી દીધા છે.
મૃતક ધીરુભાઈના દીકરા અક્ષયએ જણાવ્યું હતું કે તેઓ ભાવનગરના મહુવાના વતની છે. બે ભાઈ અને માતા ભાવનાબેન સાથે રહીએ છીએ. માતા ઘરકામ અને પિતા ધીરુભાઈ રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. આજે સવારે અમે બન્ને ભાઈ સૂતા હતા. માતાની બૂમાબૂમથી જાગી જતાં ખબર પડી કે પિતાએ ઝેરી દવા પી લીધી છે. બસ, તાત્કાલિક રિક્ષામાં પિતાને લઈ હોસ્પિટલ પહોંચ્યા તો મૃત જાહેર કરી દેવાયા હતા.
અક્ષયએ વધુમાં ઉમેર્યું હતું કે ભાઈ હીરામાં અને હું જરીમાં કામ કરી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થઇ રહ્યા છે. આજે સવારે પપ્પાએ મમ્મીને બસ એટલું જ કહ્યું કે ચાલ, આજે તારી સાથે છેલ્લી ચા પી લઉં. પછી ચા પીતાં પીતાં પિતા બોલ્યા કે મેં તો ઝેરી દવા પી લીધી છે ને જમીન ઉપર ઢળી પડ્યા હતા. પપ્પાના આવા અંતિમ પગલા બાબતે કશી જ ખબર નથી.
વધુમાં જણાવ્યું હતું કે, થોડા દિવસોથી હતાશામાં રહેતા હતા પણ ખ્યાલ આવવા ન દીધો. સોમવારની રાત્રે મને એવું પણ કહ્યું બાઇક ધીમે હાક જો, હું વયો જાઉં તો તને કંપનીમાંથી કોઈ આર્થિક સહાય મળે ખરી? આવી ભાવનાત્મક સંકેત આપતી વાતો પણ કરી હતી. જોકે ખ્યાલ ન આવ્યો કે પપ્પાના મનમાં શુ ચાલી રહ્યું છે. જયારે આ મામલે પોલીસે નોંધ લઈને તપાસ કરી છે.
https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2
વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં
અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.
વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.
Team Real Network