
પટના : બિહારના વિજિલન્સ બ્યુરો દ્વારા પટનામાં એક કાર્યપાલક ઇજનરેના ઘરે કરવામાં આવેલી રેડમાં ચાંદીની ઇંટો, સોનાના ઘરેણાં, ફ્લેટ-પ્લોટના દસ્તાવેજ અને 95 લાખાના નોટનો બંડલ મળી આવ્યા છે.
ગેરકાયદે આવકથી બનાવવામાં આવેલી સંપત્તિનો આ જથ્થો જોઇ વિજિલન્સ અધિકારીઓ પણ બે ઘડી માટે સ્તબ્ધ થઇ ગયા હતા. બિહારના ગ્રામીણ કાર્ય વિભાગના મસૌડી ડિવીઝનમાં ફરજનિયુક્ત કાર્યપાલક ઇજનેર અજયકુમાર સિંહના પટના સ્થિત ઘરે બ્યુરો દ્વારા રેડ કરવામાં આવી હતી.
બ્યુરો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઇજનેરના ઘરેથી ચાંદીની ત્રણ ઇંટો, સવા સાત કિલો સોનાના ઘરેણાં, 81 લાખના એન.એસ.સી. અને 95 લાખ રૂપિયાની રોકડ મળી છે. આ ઉપરાંત 20 બેન્કની પાસબુક, 12 ફ્લેટના દસ્તાવેજ, પ્લોટના ડીડ એગ્રીમેન્ટ સહિતના દસ્તાવેજ પણ રેડ દરમિયાન મળી આવ્યા છે. રેડ કરનારી ટીમને સાત લક્ઝુરિયસ કારના પેપર્સ પણ મળ્યા છે.
https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2
વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં
અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.
વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.
Team Real Network