
સુરતના વેસુમાં રહેતા મિલ માલિકના દીકરા કૃણાલ કબૂતરવાલાએ પોતાની ફરિયાદ કરવા આવેલી પૂર્વ પ્રેમિકાને બચકાં ભર્યાં અને તેના બોયફ્રેન્ડનું ડંડો મારી માથું ફોડી નાંખ્યું હતું. આ ઘટનાનો વીડિયો સામે આવતાં જ પોલીસે નબીરા એવા કૃણાલ કબૂતરવાલા વિરુદ્ધ છેડતી અને મારામારીનો ગુનો નોંધ્યો હતો અને ઘાયલ યુવક-યુવતીને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જોકે ગુનો નોંધાતા જ કૃણાલ ભાગી છૂટ્યો હતો.