
સુરતની ઘારી દેશ દુનિયામાં પ્રખ્યાત છે.માત્ર સુરતમાં જ તૈયાર થતી ઘારીને દેશ વિદેશમાં મોકલવામાં આવે છે. ચંદની પડવા પર જ ખવાતી ઘારી હવે વર્ષ દરમિયાન મીઠાઈની દુકાનોમાં મળી રહે છે. ત્યારે અડાજણ વિસ્તારમાં આવેલી એક મીઠાઈની દુકાન દ્વારા વૈશ્વિક ઓળખ ધરાવતી ઘારીને રેકોર્ડ બૂકમાં સ્થાન આપવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત 19 કલાકની મહેનત 15 કિલો અને 15 ગ્રામની સૌથી મોટી અને નાની ઘારી તૈયાર કરવામાં આવી હતી.
હનીપાર્ક રોડ ખાતેની મીઠાઈની દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે વિશ્વની સૌથી મોટી 15 કિલો અને સૌથી નાની 15 ગ્રામની ઘારી બનાવાઈ હતી. દુકાન માલિક ચિન્મય મીઠાઈવાળાએ જણાવ્યું કે, તેઓ 87 વર્ષથી મીઠાઈના ધંધા સાથે સંકળાયેલા છે. તેમને મોટી ઘારી બનાવવામાં 19 કલાકનો સમય લાગ્યો હતો, જેમાં 7 કિલો માવો, 2 કિલો ખાસ સાંજો, 2 કિલો બુરૂ, 2.5 કિલો ડ્રાયફ્રુટ જેમાં બદામ, પિસ્તા, અખરોટ અને એલચી ભેગી કરાઈ હતી.
પરંપરાગત મીઠાઈને વૈશ્વિક કક્ષાએ વધુ સારી રીતે પ્રમોટ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. દુકાન દ્વારા ઘારીની સજાવટ માટે 1.5 કિલો ઘી ઉમેરાયું હતુ. ડીસપ્લેમાં મુકાયેલી ઘારી સાથે લોકોએ સેલ્ફી લીધી હતી.
https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2
વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં
અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.
વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.
Team Real Network