
સુરતના કતારગામ-વેડ રોડ વિસ્તારમાં દૂધ ચોરોના ત્રાસથી વિક્રેતાઓ હેરાન થઈ રહ્યા હોવાનું બનાવ સામે આવ્યો છે. રોજ વહેલી સવારે ટેમ્પો લઈને આવતા ચોર ઈસમો દૂધના કેરેટ ચોરી જતા હોવાની ઘટના CCTVમાં કેદ થતા ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા 5 દિવસમાં ત્રણ વિક્રેતાઓ ત્યાંથી 48 કેરેટ એટલે કે 576 લિટર દૂધની બિંદાસ્ત ચોરી થતા વિક્રેતાઓમાં રોષ જોવા મળ્યો છે.
લાલારામ સાલારામ ચૌધરી (દૂધ વિક્રેતા) એ જણાવ્યું હતું કે સાલું હવે દૂધ ની થેલીઓ પણ સુરક્ષિત નથી. છેલ્લા એક મહિનાથી આજુબાજુના દૂધ વિક્રેતાઓ બૂમ પાડી રહ્યા હતા. પણ જ્યારે મારા કાઉન્ટર પરથી ચોરી થયા બાદ એના દર્દ નો અહેસાસ થયો છે. રવિવાર ની વહેલી સવારે ટેમ્પામાં આવેલા કેટલાક અસામાજિક તત્વો દૂધના 7 કેરેટ એટલે કે રૂપિયા 5000 ની કિંમતની 84 લીટર દૂધ અને કેરેટ અલગથી ચોરી કરી ને ભાગતા CCTV માં કેદ થઈ ગયા હતા.
નિલેશ સાકરસાવાળા (દૂધ વિક્રેતા)એ જણાવ્યું હતું કે, મારી રાધા ક્રિષ્ના ડેરીના નામે દૂધનો વ્યવસાય છે. 25મીની વહેલી સવારે માત્ર 4 જ મિનિટમાં મારે ડેરી બહારથી 14 કેરેલ એટલે કે 8200ની કિંમતનું 170 લીટર દૂધ ચોરી કરી ગયા હતાં. દૂધના કેરેટની કિંમત ગણીએ તો 14,200 થાય છે. કમાણી ઓછી અને ગુમાવવાનું વધારે, દૂધ પણ સુરક્ષિત ન હોવાનું કહી શકાય છે. એટલું જ નહીં પણ આ વિસ્તારમાં પેટ્રોલિંગના નામે માત્ર દેખાડો થઈ રહ્યો છે. જેનું આ જીવંત ઉદાહરણ છે.
https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2
વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં
અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.
વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.
Team Real Network