
સામાજિક લગ્નોત્સવ ને સમજણ ભર્યો બનાવવાથી આપણને વધુ ગૌરવવંતો લાગે છે. સમય ની સાથે લગ્ન પ્રસંગ નું સ્વરૂપ પણ બદલાય છે. લગ્નપ્રસંગમાં સુધારો તથા રાષ્ટ્રીય તથા સમાજ ચેતના પ્રગટાવવા અનોખો પ્રયાસ થઈ રહ્યા છે.
લાઠી તાલુકા ના અકાળા ગામ ના શ્રી નટુભાઈ બાલુભાઈ વસોયા ની દીકરી રુહી ના લગ્ન તા. ૧૩/૧૨/૨૦૨૧ ના રોજ યોજાયા હતા. મૂળ થોરડી ગામના શ્રીમતી રેખાબેન તથા પ્રદીપભાઈ લાખાભાઈ બરવાળિયા પરિવાર દીકરા દિવ્યાંગ ની રૂડી જાન લઈને આવ્યા હતા, પરંતુ લગ્ન વિધિ શરૂ કરતા પહેલા શ્રીમતી અસ્મીતાબેન તથા નટુભાઈ વસોયા પરિવાર કન્યા ચિ. રુહી સહિત દીકરીઓ નું આરતી ઉતારી ભાવથી પુજન કર્યું હતું કોડભરી દીકરી નું દાદીમાં લીલીબા તથા પરિવારે પૂજન કર્યું તે સમયે ઉપસ્થિત લોકો એ સજળ નેત્રે પ્રસંગ ને ગૌરવભેટ વધાવ્યો અને ત્યાર પછી લગ્ન સમારોહમાં ઉપસ્થિત સર્વોએ પુરા માન સાથે રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું.
જળસંચય તથા સમૂહ લગ્ન તથા ગામ વિકાસ અને સુવિધાઓ માટે જાણીતુ અકાળા ગામ જાગૃત છે. શ્રી નટુભાઈ બાલુભાઈ વસોયા એ દીકરીના કન્યાદાન કરતા પહેલા પ્રેરણા ગૌશાળા ને રૂ. ૫૧૦૦૦/- તથા હોસ્ટેલ નિર્માણ માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ને રૂ. ૫૧૦૦૦/- નું દાન આપ્યું હતુ. ઉપરાંત ખર્ચ ઓછો કરીને દીકરીને રૂ. ૫૦૦૦૦૦/- ની બેંક F.D અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી કાનજીભાઈ આર. ભાલાળા, શ્રી ધનજીભાઈ રાખોલિયા, શ્રી હરિભાઈ કથીરિયા તથા શ્રી હિંમતભાઈ ધોળકિયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
લગ્ન પ્રસંગમાં રાષ્ટ્રગીત, ભૂમિદાન તથા અન્ય સંસ્થાઓને દાન આપી સમાજમાં પ્રેરણારૂપ દાખલો બેસાડવા નમ્ર પ્રયાસ ને લોકો આવકારી રહ્યા છે. તે બદલ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતે વસોયા તથા બરવાળીયા પરિવારને અભિનંદન પાઠવ્યા છે.
https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2
વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં
અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.
વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.
Team Real Network