
અઠવાલાઈન્સ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા હાટઅને ક્રાફ્ટના કારીગરોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે તારીખ ૧૧ ડીસેમ્બરને આજથી ૨૦ ડીસેમ્બર સુધી હુનર આર્ટ હેઠળ રચનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું નિરક્ષણ કરવા માટે ઉદ્ઘાટનના એક દિવસ પૂર્વે સુરત શહેરમાં કેન્દ્રીયમંત્રી મુખ્તાર અબ્બાસ નકવી પધાર્યા હતા. તેમનું સ્વાગત કામરેજના વાવા ખાતે આવેલ શહેર અને જીલ્લાની પ્રસિધ્ધ શાળા શ્રી વશિષ્ઠ વિદ્યાલયના એનસીસીની વિદ્યાર્થીની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રી વશિષ્ઠ વિદ્યાલય દ્વારા પોતાના ગુણવતા સભર શિક્ષણ, ઉત્કૃષ્ઠ પરિણામ, સામાજિક કાર્યો થકી પોતાની સુવાસ સમગ્ર ગુજરાતમાં પાથરતી રહી છે. શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં સમાજ પ્રત્યેની ભાવના પરિપક્વ બને તેમજ દેશપ્રેમ, સમાજ પ્રેમ ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની ભાવના દૃઢ બને તે હેઠળ શાળા કાર્ય કરી રહી છે.
https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2
વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં
અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.
વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.
Team Real Network