
સુરતના ખટોદરા વિસ્તારની હીરાચંદ સોસાયટીમાં તસ્કરોએ બે ગોડાઉન સહિત ત્રણ દુકાનના તાળા તોડી તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, પણ ત્રણેય દુકાનોમાંથી પરચુરણ રકમ જ મળતા તસ્કરોએ કકડતી ઠડીમાં તોડફોડ કરી હોવાનું કહેવાય રહ્યું છે. જોકે, સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ પેટ્રોલીગની રેકી કરનાર તસ્કરોએ PCR વાન ગયાની 31મી મિનિટએ તાળા તોડયા હોવાનું વેપારીએ જણાવ્યું છે.
બ્રિજેશ સેવક (ગોપાલ નમકીનના ડિસ્ટ્રીબ્યુટર) એ જણાવ્યું હતું કે, ઘટના 6 જાન્યુઆરીની છે. મધરાત્રીના 1:22 વાગ્યાના સુમારે પોલિસ પેટ્રોલિંગની રેકી કરી ફૂટપાથ પર સૂતેલા કેટલાક ઈસમો એક પછી એક બે ગોડાઉન અને એક દુકાનના તાળા તોડતા CCTVમાં કેદ થાય છે. એટલું જ નહીં પણ ગોડાઉન અને દુકાનમાંથી માત્ર પરચુરણ રકમ જ મળતા તોડફોડ કરતા CCTVમાં મેચ થાય છે. ઉઘરામીના બીલ પણ તસ્કરો લઈ ગયા છે. આ બાબતે ખટોદરા પોલીસમાં અરજી આપી છે. તપાસ ચાલી રહી છે. કહેવાય છે કે, 6 મહિનામાં ત્રણ પૈકી બે દુકાનોના બીજીવાર તાળા તૂટયા છે.
એક ખાંડનું અને બીજું નમકીનનું ગોડાઉન છે બન્નેમાં નકાબધારી ચોરો CCTV માં કેદ થયા છે. ઘટના ને લગભગ 22 દિવસ થઈ ગયા છે. જોકે હજી સુધી નકાબધારી ચોરોનું કોઈ વાવડ મળ્યા નથી. રાતના અંધારામાં તાળા તોડી ચોરી કરતી નકાબધારી ગેંગ પોલીસની ઠંડી અને ઉંઘ ઉડાડી રહી હોવાનું કહી શકાય છે.