
આમઆદમી પાર્ટીએ કલેકટર ને આવેદન પત્ર આપ્યું
વલસાડ :- વિજય યાદવ ( વલસાડ પ્રતિનિધિ )
રાજ્ય માં વસતા દરેક સમાજની પોતપોતાના સ્થાને સારી એવી પ્રતિષ્ઠિત છે દરેક સમાજના લોકો દેશના વિકાસ કાર્યોમાં સારો એવો યોગદાન કર્યો છે ત્યારે સરકાર દ્વારા કોઈ સમાજ માટે ઈસમો શબ્દ નો ઉપયોગ કરવો એ બાબતને સભ્ય સમાજના લોકો ખૂબ જ અનુચિત ઠેરવી રહ્યા છે સરકારની જાહેરાતમાં આદિવાસીઓ માટે ઈસમો શબ્દનો ઉપયોગ કરાયા હોવાની બાબતને લઇ વલસાડ જિલ્લામાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે જે બાબતને લઈ આમઆદમી પાર્ટીના પ્રદેશ મંત્રી ઈશ્વર પટેલે કલેકટરને આવેદન પત્ર આપી ન્યાયની માંગ કરી છે
મળેલી વિગતો પ્રમાણે ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન – ગુજરાત સરકારની જાહેરાતમાં આદિવાસી સમાજ માટે ‘ઇસમો’ શબ્દનો ઉલ્લેખ કરાયો છે જેને કારણે આદિવાસી સમાજના લોકોની લાગણી દુભાઈ છે સરકારની પોતાની જાહેરાતમાં આદિવાસીઓ માટે ઈસમો શબ્દનો ઉપયોગ કરાયો હોવાને કારણે આદિવાસીઓમાં આંતરિક રીતે સરકારનો વિરોધ જોવા મળી રહ્યો છે સરકાર ઈસમો શબ્દના ઉલ્લેખને વહેલી તકે હટાવે તેવી આદિવાસીઓમાં માગ ઉઠવા પામી છે આદિવાસીઓ માટે વાપરવામાં આવેલ ઇસમો શબ્દ ખરેખર ખુબજ અનુચિત હોવાનું જણાવી ધરમપુરના રહીશ તેમજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મંત્રી ઈશ્વર પટેલે વલસાડ કલેકટર ક્ષિપ્રા અગ્રેને આવેદન પત્ર આપ્યું હતું. ઈશ્વર પટેલે મીડિયાને જણાવ્યું હતુ કે, સરકાર આદિવાસી સમાજની વેલ્યુ રાખતી ન હોય તેમ જણાય રહ્યું છે અગાઉ આદિવાસીઓને વનવાસી, વનબંધુ બનાવી દેવામાં આવ્યો હતો અને હવે ઇસમો શબ્દનો ઉપયોગ કરાયો છે દુભાયેલી લાંગણી સાથે ઈશ્વર પટેલે કહ્યું હતું કે શુ આદિવાસી હોવું ગુનો છે ? આદિવાસી સમાજ માટે વાપરવામાં આવેલો આ ઇસમો શબ્દ ખૂબ જ અપમાન જનક છે અને સરકાર વહેલું તકે આદિવાસીઓ માટે વાપરવામાં આવેલ ‘ઇસમો’ શબ્દ તાત્કાલિક દૂર કરે તેમજ ઇસમો શબ્દ ના ઉપયોગ કરવામા જવાબદાર રહેલ કર્મચારીઓ સામે યોગ્ય પગલા ભરે તેવી સમસ્ત આદિવાસી સમાજની લાગણી અને માંગણી છે