
સુરતમાં હાથમાં ચપ્પુ લઈને ફરતા શખ્સનો વધુ એક વીડિયો વાઇરલ થતા પોલીસ માટે માથાનો દુઃખાવો બની ગયો છે. વેસુમાખુલ્લેઆમ હાથમાં ચપ્પુ લઈ લોકોને ડરાવતો ઈસમ પોતાને સુરત પોલીસનો કર્મચારી કહેતા લોકોમાં ઉભરાતો ગુસ્સો પી જવા મજબૂર બન્યા હતા. જોકે વાઇરલ વીડિયોમાં નશામાં ચૂર ઈસમની હરકતો બાદ અનેક પ્રશ્નો ઉભા થયા હતા.