
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા રોયલ આર્કેડમાં ધમધમતા ત્રણ સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડા પાડ્યાં હતાં. જેમાં ચાર ગ્રાહક અને એક કર્મચારી સહિત પાંચની ધરપકડ કરી હતી. પોલીસે અહી અલગ અલગ ત્રણ દુકાનોમાં દરોડો પાડ્યો હતાં. જ્યાં સ્પા/મસાજ પાર્લરની આડમાં કૂટણખાના ધમધમી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.
સુરતમાં અવાર નવાર સ્પાની આડમાં ધમધમતા કુટણખાનાનો પર્દાફાશ થઇ રહ્યો છે. ત્યારે ફરી એક વખત આવા કુટણખાના પર પોલીસે દરોડો પાડ્યો હતો. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનીટે બાતમીના આધારે સરથાણા નેચર પાર્કની સામે આવેલા રોયલ આર્કેટમાં દરોડો પાડ્યો હતો. અહિં પોલીસે પહેલા માળે આવેલી દુકાનો પૈકી દુકાન નબર 105માં સિલ્વર સ્પા/મસાજ પાર્લરની દુકાનમાં તથા દુકાન નબર 145 કે દુકાનમાં સ્પા, મસાજ પાર્લરનું નામ નથી ત્યાં અને દુકાન નબર 146 ખુશી સ્પા મસાજ પાર્લરની દુકાનોમાં રેડ કરી હતી.
જેમાં દુકાન નંબર 105ના માલિક રાહુલભાઈ ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. જયારે ગ્રાહક મેહુલભાઈ ચંદ્રેશભાઈ ચંગાણી તથા બે લલનાઓ મળી આવી હતી. આ ઉપરાંત દુકાન નંબર 145ના સંચાલક ગીતાબેન વિજયભાઈ ગોદાણી તથા તેઓના સ્પામાંથી એક લલના અને જગદીશભાઈ જીવરાજભાઈ મણીયા, રણવીર રામ ભરોસે બોઘેલ તથા સંજય ગોરધનભાઈ ગજેરા નામના ત્રણ ગ્રાહકોને ઝડપી પાડ્યા હતા.