
મુંબઈ એરપોર્ટ પર સોમવારે મોટી દુર્ઘટના ટળી. અહીં મુસાફરથી ભરેલી ફ્લાઈટને પુશબેક આપનાર વાહનમાં અચાનક આગ લાગી ગઈ. આ ઘટના V26R સ્ટેન્ડ પર થઈ. વાહનને મુંબઈથી જામનગર જનારી ફ્લાઈટને પુશબેક આપવાનુ હતુ. વાહનમાં આગ લાગવાનુ કારણ જાણી શકાયુ નથી.એર ઈન્ડિયાની ફ્લાઈટ AIC-647 મુંબઈ જામનગરને પુશબેક આપનાર વાહનમાં અચાનક આગ લાગી ગઈ. તે સમયે વિમાન પર 85 લોકો સવાર હતા. ઘટનાના કારણે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ મચી ગયો.
Ground incident at Chhatrapati Shivaji Maharaj International Airport, Mumbai few hours before ! Tow truck caught fire , when it was getting connected to one of the Air india’s A320Neo aircraft.
No injuries or aircraft damage reported.#incident #aviation #airport #avgeek pic.twitter.com/09631fa9OE
— FL360aero (@fl360aero) January 10, 2022
જોકે, એરપોર્ટ તંત્રએ તત્પરતા દાખવી આગ પર જલ્દી જ કાબૂ મેળવ્યો. આ દરમિયાન ફ્લાઈટને પણ કોઈ નુકસાન પહોંચ્યુ નહીં. વિમાને 12.04 વાગે ઉડાન ભરી.વિમાનને ધકેલનારુ આ ટ્રેક્ટર હોય છે. આને એર ઈન્ડિયાની ફ્લાઈટને પુશબેક કરવા માટે આ ટ્રેક્ટર લાવવામાં આવ્યુ હતુ. આ ટ્રેક્ટર વિમાનની ઘણી નજીક ઉભુ હતુ. ત્યારે અચાનક આગ લાગી ગઈ. આગ કેવી રીતે લાગી તેની પર હજુ ઓથોરિટીએ કંઈ જ નિવેદન આપ્યુ નથી. આ ઘટના નવી છે. જોકે, ફાયર બ્રિગેડે આ આગને બુઝાવી દીધી છે. આ ઘટનામાં કોઈને પણ નુકસાન પહોંચ્યુ નથી.