
કોરોના મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે અને કોરોનાના સંક્રમણથી બચવા સરકારે વેક્સિનેશન પર ભાર મુક્યો પરંતુ લોકો વેક્સિનથી રક્ષિત થવાને બદલે વેક્સિન મુકાવ્યા વગર વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા હોવાનું સર્ટિફિકેટ પણ મેળવી લે છે અને જે માટે આરોગ્ય કેન્દ્રો પરના કર્મચારીઓ સાથે સાંઠગાંઠ કરી આ ગેરકાનૂની કાર્ય કરવા ફાટી નીકળેલા એજન્ટો દ્વારા લાભાર્થીઓ પાસેથી 300 થી લઇ 3 હજાર સુધી રૂપિયા લઇ વેક્સિનના બન્ને ડોઝ લઈ લીધા હોવાનું પ્રમાણપત્ર પણ આપી દે છે.
વેક્સિન થી આડઅસરના ખોટા અપપ્રચાર કરી લોકોને ગેરમાર્ગે દોરે છે. પરંતુ સરકાર દ્વારા જુદી જુદી સેવાઓ અને અનેક સ્થળો પર વેક્સિનના બંને ડોઝ લેવાનું ફરજીયાત કરતા વેક્સિન થી દૂર ભાગતા લોકો રૂપિયા ખર્ચ કરી વેક્સિનના બંને ડોઝ લીધા હોવાના ખોટા પ્રમાણપત્રો પણ મેળવે છે. અને આવા વેક્સિન થી દૂર ભાગતા લોકોને અમુક શખ્સો રૂપિયા લઇ બોગસ રીતે પ્રમાણપત્રો પણ પૂરા પાડે છે.
વેક્સિન નહીં લઈ પત્ર મેળવવાની કેટલી ગરજ છે તેના પર ભાવ નક્કી થાય છે અને આવા એજન્ટો બની ગયેલા એજન્ટો દ્વારા 300 થી 3000 સુધી રૂપિયા પડાવે છે જેમાં ભાવનગર જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ વધુ બોગસ રસીકરણ પ્રમાણપત્રના કિસ્સા જોવા મળે છે અને જ્યારે શહેરમાંથી પ્રમાણપત્ર મેળવવા વધુ ભાવ લેવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. તેને મદદરૂપ આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓ બને છે. છતાં આરોગ્ય તંત્ર અને તે બાબતે કોઈ જ જાણ નથી. જે ગંભીર બેદરકારી ગણી શકાય..
શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય મહિલાએ વેક્સિન લીધી ના હતી. પરંતુ તેણે રૂપિયા આપ્યા તો તેને માલણકા આરોગ્ય કેન્દ્રમાંથી વેક્સિન લીધાનું પ્રમાણપત્ર પણ મળી ગયું.અને તેને નવાપરા વિસ્તારના યુવાન જે એજન્ટનું કામ કરે છે તેણે અપાવ્યું હતુ