
રાજ્યની રિઝર્વ બેન્ક સહિત બેંકમાં રૂ.8,03,920ની મત્તાની જુદા જુદા દરની 1783 નકલી ચલણી નોટ જમા થઈ હતી. બનાવ અંગે બુધવારે રાત્રે ગુનો દાખલ કરી એસઓજી ક્રાઈમબ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી છે. નકલી ચલણી નોટો દેશના અર્થતંત્રમાં ફરતી કરવાના ગુનાઈત કાવતરા અંગે તપાસ ચાલી રહી છે. જો આ પ્રકારે દાખલ થયેલા અનેક ગુનાની તપાસમાં પોલીસને કોઈ ફળદાયી પરિણામ મળ્યું નથી.
જે બેન્કમાં નકલી ચલણી નોટ જમા થઈ તેમાં એક્સીસ, કોટક મહિન્દ્રા, આઈડીબીઆઈ, કાલુપુર કોમર્શિયલ કો.ઓ., એચડીએફસી, યસ, આઇસીઆઇસીઆઇ, એયુ સ્મોલ, આઇડીએફસી, ઇન્ડસ ઇન્ડ, બેન્ક ઓફ બરોડા, રિઝર્વ બેન્ક, સ્ટેટ બેન્ક, ધ ગુજરાત સ્ટેટ કો.ઓ., ડીસીબી અને સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેન્કનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં બેંકોમાં જુદા જુદા દરની જે 1783 નકલી ચલણી નોટ આવી તેમાં 2000ના દરની 158, 500ના દરની 750, 200ના દરની 295, 100ના દરની 503, 50ના દરની 71, 20ના દરની 1 અને 10ના દરની 5 નકલી નોટનો સમાવેશ થાય છે. નકલી ચલણી નોટો માં અમુક ફાટેલી, ગુંદર કે સેલો ટેપ મારેલી, અડધી, કાગળ ચોંટાડેલી, ઝેરોક્ષ કલર ઉતરી ગયેલી કે ચિલ્ડ્રન નોટ જેવી હતી.