
પંજાબ રાજ્ય માં મળેલ ભવ્ય જીત ને લઈને આજ રોજ વલસાડ શહેર અને પારડી શહેર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા બાઇક રેલી અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા. આ તિરંગા રેલી યાત્રા માં વલસાડ વિધાનસભા વિસ્તાર ગુંદલૉવ માં આમ આદમી પાર્ટી ના પ્રમુખ જીતુ ભાઈ દેસાઈ, મહા મંત્રી નિમેશ સોલંકી , સોશ્યિલ મીડિયા ઇન્ચાર્જર વસીમ બેલીમ, તાલુકા પ્રમુખ ધ્રુ વાંગ પટેલ, જીલા સંગઠન મંત્રી જીગ્નેશ ગોહિલ, તાલુકા સંઘટન મંત્રી અમિત પટેલ તેમજ પારડી શહેરતિરંગા યાત્રામાં પારડી શહેર પ્રમુખ વિજય શાહ, પારડી યુવા પ્રમુખ મેહુલ ભરવાડ,વલસાડ જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદેદારો મોટી સંખ્યામાં રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા