
વલસાડ જિલ્લાના ખેડૂતોનું લોન બાબતે રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા કરવામાં આવતા શોષણ ને લઈ વલસાડ આમ આદમી પાર્ટીના પ્રદેશ મંત્રી ઇશ્વરભાઇ પટેલ, વલસાડ જિલ્લા પ્રમુખ જીતુભાઈ દેસાઈ સહિત અનેક આગેવાનો સાથે કલેકટર ક્ષિપ્રાઅગ્રે ને આજરોજ આવેદનપત્ર આપ્યુ હતું
સરકારે ખેડૂતોના હીત નું વિચારી અનેક યોજનાઓ ની અમલીકરણ કરી છે સરકારે કૃષિપાક ઉપર ત્રણ લાખ સુધીના ધિરાણ પર 0%વ્યાજ નું જાહેરાત કર્યું છે જે બાબતનું પરિપત્ર સંબંધિત વિભાગોમાં મોકલી આપવામાં આવ્યું છે પરંતુ રાષ્ટ્રિયકૃત બેંકો સરકારી કાયદાની ઐસી તૈસી કરી ધિરાણ લેનાર ખેડૂતોને સરેઆમ લૂંટી રહી છે કેયલીક રાષ્ટ્રીયકૃતબેંકો ધિરાણ લેનાર ખેડૂતો પાસેથી 7% વ્યાજ વસૂલી રહી છે સરકાર તરફ થી સહાય આવતી હોવા છતાં કેટલીક બેન્કો રાજ્ય સરકાર દ્વારા કોઈ સહાય આવતી ન હોવાનું ખેડૂતોને જણાવી સરકાર સામે આંગળી ચીંધી રહી છે બેંકો ખેડૂતોનું શોષણ કરી રહીની ખેડૂતો દ્વારા ફરિયાદ ઉઠતા વલસાડ આમ આદમી પાર્ટી ખેડૂતોને ન્યાય અપાવવા મેદાને આવી છે સરકાર બેંકો સાથે સંકલન કરીને તાત્કાલિક ધોરણે ખેડૂતો પાસે 3 લાખ સુધી ની લોન પર સંપૂર્ણ વ્યાજ ના લેવામાં આવે અને જે ખેડૂતોનું વ્યાજ લીધું છે એ તાત્કાલિક ધોરણે રિફંડ કરવામાં આવે તેવી માંગ કરી હતી