
વલસાડ 22 (વિજય યાદવ )
વલસાડ શહેરમાં માઈક્રો ફાઇનાન્સ કંપની ની શરૂવાત કરી વિસ્તારના ચારજણ ને એજન્ટ તરીકે નોકરી આપી પર્સનલ લોન આપવાની લાલચ આપી 70 થી 80 અરજદારો પાસે ત્રણ થી ચાર હજાર વસૂલી સંચાલકો ફરાર થઇ ગયાની ઘટના સીટીપોલીસ મથકે પહોંચી છે
મળેલી વિગતો પ્રમાણે વલસાડ શહેરના ગૌરવ પથ ઉપર આવેલા એક કોમ્પલેક્સમાં એક અઠવાડિયા પહેલા કેટલાક લેભાગુ તત્વોએ સહયોગ માઈક્રો ફાઈનાન્સ નામક કંપનીની ઓફિસની શરૂઆત કરી નોકરી ઇચ્છુક 4 વ્યક્તિઓને એજન્ટ બનાવી લોન લેવાની ઈચ્છા ધરાવતા શહેરના લોકોને ઓછા ડોક્યુમેન્ટ ઉપર 1 લાખથી લઈને 2 લાખ સુધીની પર્સનલ લોન કરાવવાની લોભામણી લાલચો આપી હતી.
વલસાડ શહેરના ધોબી તળાવ, હાઉસિંગ, હાલર, મોગરાવાડી સહિત અનેક વિસ્તારોમાં રહેતી મહિલાઓને 10 જેટલી મહિલાઓનું ગ્રુપ બનાવવા જણાવી એજન્ટોએ લોનની પ્રોસેસ માટે રૂ.300 અને 2 વર્ષનો વીમો કરાવવા માટે વીમા ફીના નામેં 3452 રૂપિયા મહિલાઓ પાસેથી પડાવી લીધા હતા લોનની પ્રોસેસ બાદ અરજદારોના ખાતમા રુપિયા જમા ન થતા અરજદારોએ ફાઈનાન્સ કંપનીની ઓફિસ ચેક કર્યું હતું ઓફીસ બંધ હોવાથી અરજદારોને છેતરાઈ ગયા હોવાનું ભાન થયું હતું સહયોગ ફાઈનાન્સ કંપનીમાં એજન્ટ તરીકે કામ કરતા અને મહિલાઓને સમજાવવા આવેલી એજન્ટને પોલીસ મથકે લાવી કંપની વિરુદ્ધ ફરિયાદ અરજી નોંધાવી હતી. પોલીસે ફરિયાદ અરજીના આધારે આગળની તપાસ હાથ ધરી છે.