
રાજકોટમાં કોઠારીયા રોડ પર આવેલ નીલકંઠ યાર્ડમાં રહેતી માતા રાત્રીના નીંદ્રામાં હતી ત્યારે તેના પગ નીચે તેનો 40 દિવસના માસુમ બાળક દબાઇ જતાં ગુગણામણના કારણે તેનું મોત નિપજયું હતું. બનાવની જાણ પરિવારને થતા પરિવાર શોકમાં ગળકાઉ થયો છે.
બનાવની મળતી વિગતો મુજબ નીલકંઠ પાર્કમાં રહેતા રવિભાઇ જાણીયાણીના પુત્ર વેદ જાણીયાણી (ઉ.વ.40 દિવસ) ગત તા. 19 ની રાત્રીના તેની માતા કાજલબેન સાથે સુતો હતો તે દરમિયાન રાત્રીના તે માતાના પગ નીચે દબાઇ જતાં બેભાન થતા તેને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં તેનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી છે.બનાવની જાણ ભકિતનગર પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ પ્રાથમીક પુછતાછમાં જાણવા મળ્યું હતું કે રવિભાઇ બોકસ બનાવવાનું કામ કાજ કરે છે. તેની પત્નીને થોડા દિવસથી શરદી ઉઘરસ હોવાથી તેને રાત્રીના કફ શિરપ પીધી હતી અને તેના બાળકને તેનો ચેપ ના લાગે તેથી માતાએ તેને પડખામાં સુવડાવ્યો હતો પરંતુ રાત્રીના બાળક માતાના પગ નીચે દબાઇ જતા તેનું ગુગળામણથી મોચ નિપજયું હતું.
કફ સિરપ પીવાના કારણે માતાને ગાઢ નિંદર આવી જતાં કુમળા બાળકના મોતથી પરિવારમાં અરેરાટી