
વલસાડ 19 ( વિજય યાદવ )
વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દરદીઓ હોસ્પિટલના કર્મચારીઓની જોહુકમી સામે લાચાર બની હાલાંકી વેઠવા મજબુર બન્યા છે દરદીઓ અવાર નવાર ફરિયાદ કરતા હોય છે પરંતુ હોસ્પિટલના આલાઆધિકારીઓ મજબુર દરદીઓની ફરિયાદોની સતત અવગણના કરતા હોય છે આલા અધિકારીઓ નીચલી કક્ષાના કર્મચારીઓ પર અંકુશ લગાવતા ન હોવાની કારણે વલસાડ સિવિલ હોસ્પિટલ જિલ્લા જ નહીં રાજ્યભરમાં ચર્ચાના કેન્દ્ર સ્થાને રહી છે.દરદીઓ ભલે ગમે તે પરિસ્થિતિમાં હોય પરંતુ કર્મચારીઓને કશો ફરક પડતો નથી. મોટા ભાગના કર્મચારીઓ પોતાની મરજી મુજબ આવે છે અને પોતાની મરજી મુજબ ફરજ બજાવી નીકળી જાય છે

દરદીઓ પોતાની સમસ્યા કહેતા હોય ત્યારે કર્મચારીઓએ તેમની વાત નમ્રતાથી સાંભળી નિરાકરણ કરવાને બદલે તેમની સાથે તુમાખીભર્યું વર્તન કરતા હોય છે ડોકટરો પણ મરજી મુજબ અવર જવર કરતા હોવાની લોકોમાં ચર્ચા ઉઠી છે હાલમાંજ સિવિલહોસ્પિટલમાં એક બાળકને એક્સપાયરી ડેટવાળા બોટલો ચઢાવી દેવાતા બાળકના સંબંધીએ હોબાળો કર્યો હતો સબંધી ની સૂચકતા થી બાળકનો જીવ બચ્યો હતો
વલસાડ જી.ઇ.બી ના કર્મચારીઓને ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું હોઈ પોતાના બ્લડ રિપોર્ટ માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ગયા હતા જ્યાં સાંજે ૪:૩૦ વગ્યે બ્લડ કલેક્શન માં ફરજ બજાવતા કોન્ટ્રાક્ટ પર રહેલ સ્ટાફ એ અમારો સમય પૂરો થયો હવે કાલે સવારે આવજો કહી પાણીચું આપી દીધું હતું જી.ઇ.બી કર્મચારી ૫ વાગે સુધી તમારી નોકરી હોય છે એમ કહ્યું ત્યારે સિવિલના કર્મચારીઓએ તમારે જેને કહેવું હોય , જ્યાં કંપલેન કરવી હોઈ કરો અમે આટલા વાગે સુધી જ કામ કરશું કોઈથી ડરતા નથી એમ સંભળાવી દીધું હતું સવારે ૯:૩૦ અને ક્યારેક ૧૦:૦૦ વાગ્યે સુધી પણ આ સ્ટાફ આવતો નહિ હોવાની ફરીયાદો ઉઠી છે
સુગરના દર્દીઓની કફોડી હાલત થતી હોય છે વગર કાઈ ખાધે પીધે કર્મચારીની રાહ જોઈ ચૂપચાપ બેસી રહે છે સવારનો પહેલો યુરિનનો સેમ્પલ લેવાનો હોય એ દર્દીની હાલત ખૂબ જ દયાજનક થઇ જતી હોય છે મરજીમુજબ અવર જવર કરતા કર્મચારીઓ સ્ટાફ મસ્તરમાં પણ છેડછાડ કરી રહ્યા છે ની લોક બુમ ઉઠી છે આ તમામ નો જો બાયો મેટ્રિક એન્ટ્રી નો છેલ્લા ૬ મહિનાનો રિપોર્ટ માંગવામાં આવે તો આ આળસુ કર્મચારીઓની પોલ ચોક્કસપણે ખુલ્લી પડશે એમ લોકોમાં બુમ ઉઠી છે