
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં અનેક ડીગ્રી વગરના બોગસ ડોકટરો પ્રેક્ટિસ કરી આદિવાસી પ્રજાના આરોગ્ય સામે સરેઆમ ચેડાં કરી રહયા ના અહેવાલ પ્રકાશિત થતા વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારી અનીલપટેલ એક્શનના મુડ માં આવ્યા હતા અને આદિવાસી પ્રજાના આરોગ્ય સાથે થઈ રહેલા ચેડાં બાબતે ગંભીર બની તત્કાલ ધોરણે તપાસનો આદેશ આપ્યા હતા આરોગ્ય કર્મચારીઓએ ધરમપુર પીએસઆઇ સગરભાઈ અને તેમની પોલીસ ટીમ ની મદદથી બે બોગસ ડોકટરોને ઝડપી પડતા અન્ય બોગસ ડોકટરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા
ધરમપુર તાલુકાના હનમતમાળ ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્રની નજીક માં બોગસ ડીગ્રી પર દવાખાનું ચલાવતા ઉતકર્ષ ભાઈ દિગામ્બર ભાઈ અંભોરે અને ખાંડા ગામે થોરાત ફળિયા ખાતે વિનોદભાઈ જયસિંગભાઈ ચૌધરી બોગસ દવાખાનું ચલાવતા ઝડપાઇ આવ્યા હતા પોલીસે બન્નેની ધરપકડ કરી તેમને ત્યાં રહેલ મેડિસિન પર કબજો લઈ અધિનિયમ ધી ગુજરાત મેડીક્લ પ્રેકટીશનર એક્ટ ૧૯૬૩ હેઠળ ગુનો નોંધી બન્ને બોગસ ડોકટરોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વિસ્તારના ઉચ્ચ હોદ્દા ધરાવતા પદાધિકારીઓ બોગસ ડોકટરોને છોડી દેવા તંત્રને ભલામણ કરી હોવાની વાત પણ પંથક માં વાયુવેગે વહેતી થઈ છે
ધરમપુર જ નહિ કપરાડા તાલુકો પણ બોગસ ડૉક્ટરોનો કેન્દ્ર બન્યો !
—————————————————————–
કપરાડા તાલુકામાં સિલધા ગામે બે, મનાલા ગામે એક, લવકર ગામે એક,દાબખલ ગામે ત્રણ, માનીચિચપાડા ગામે બે, સુથાર પાળાગામે પાંચ ,ખાતુનીયાગામે એક, દહીંખેડગામે બે, કરચોંઢ ગામે એક, ટુકવાળાગામે એક, પલસાણા ગામે એક, ટોકરપાડા ગામે એક એમ અનેકો બોગસ ડોકટરો ની હાટડી જામી છે.આ ડોકટરો આદિવાસી દરદીઓને આરોગ્ય સાથે સરેઆમ ચેડાં કરી રહ્યા છે