
ભ્રષ્ટાચાર અને કૌભાંડોની પર્યાય બની ગયેલ વલસાડ નગરપાલિકાને હવે હપ્તાખોરીનો લેબલ પણ લાગી ગયો છે પાલિકા એંક્રોચમેન્ટ ઇસ્પેક્ટર મુન્ના ચૌહાણ (મુન્ના નાગ) એક લારીવાળા પાસે બે હજાર રૂપિયાનો હપ્તા માંગતો હોવાનો ઓડિયો વાયરલ થતા પાલિકા સંચાલકોમાં કોહરામ મચ્યુ છે
વલસાડ નગરપાલિકા વિસ્તારમાં માર્ગો પર વર્ષોથી ધંધા વેપાર અર્થે ઉભી રહેતી લારીઓને કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે જે બાબતે અવાર નવાર ફરિયાદો ઉઠતી હોય છે પહેલાના સમયમાં લોકોની ફરિયાદ આવતા પાલિકાના એંક્રોન્ચમેન્ટ ઈન્સ્પેકટર કાર્યવાહી કરી લારીઓ ડિટેન કરી દંડ ભરાવતા હતા હતા પરંતુ હવે એંક્રોન્ચમેન્ટ ઈન્સ્પેકટર હપ્તા લઈ લારીવાળાને છૂટ આપી છે ઇન્સ્પેક્ટરની હપ્તા ખોરીને કારણે માર્ગપર દબાણ કરી ઉભેલા લારિધારકો પણ નિર્ભય બન્યા છે કોઈક નવી લારીઓ માર્ગ પર ઉભી થતી હોય ત્યાં પાલિકાના એંક્રોચમેન્ટ ઈન્સ્પેકટર મુન્ના ચૌહાણ કાયદો બતાવવા તત્કાલ ધોરણે પહોંચી જતો હોય છે અને લારી મુકનાર પાસે હપ્તો સેટિંગ કરી લેતો હોય છે લારીવાળો હપ્તો નહિ આપે તો તેના પર કાયદેસર કાર્યવાહી કરી હેરાન કરે છે. ગતરોજ એંક્રોન્ચમેન્ટ ઇસ્પેક્ટર મુન્ના ચૌહાણ ફોનપર એક લારીવાળા પાસે હપ્તાના બે હજાર રૂપિયા માંગયા હતા જે ઓડિયો લારીવાળાએ વાયરલ કરી દેતા મામલો ગંભીર બન્યો છે ઓડિયો માં મુન્ના ચૌહાણ લારીવાળાને જણાવી રહ્યા છે કે લારી ઊંચકાઈ જાય તો અઢીથી ત્રણ હજાર રૂપિયાનો ખર્ચો થઈ જશે.બધા લારીવાળા વર્ષે ત્રણ હજાર રૂપિયા આપે છે પરંતુ તું જીતુનો દોસ્તાર છે તો બે હજાર રૂપિયા આપજે મુન્નો ચૌહાણ લારીધારક સાથે જે વાત કરી છે તે ઓડિયો લારી ધારકે વાયરલ કરી દેતા પાલિકાનો હપ્તાખોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે.