
મોંઘવારના માર વચ્ચે ડાયાબિટીશના દર્દીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. સરકારે ડાયાબિટીશની સારવારમાં વપરાતી 15 એન્ટિ-ડાયાબિટિક ફોર્મ્યુલેશનની રિટેલ પ્રાઇસ નક્કી કરી છે.
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટી ( એનપીપીએ)એ ડાયાબિટીશની સારવારમાં વપરાતી 15 દવાઓની રિટેલ પ્રાઇસ નક્કી કરી છે. ઓથોરિટીએ જણાવ્યુ કે, બાયોટેક અને ડેલ્સ લેબોરેટીઝ દ્વારા ઉત્પાદિત મેટફોર્મિન પ્લસ ટેનેલિગ્લિપ્ટિનની એક ટેબલેટની રિટેલ પ્રાઇસ રૂ. 7.14માં વેચી શકાશે. આવી જ રીતે એક્સેમેડ ફાર્મા અ ઇમેક્યોર ફાર્મા દ્વારા ઉત્પાદિત ડેપાગ્લિફ્લોઝિન પ્લસ મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ (એક્સ્ટેન્ડેડ રિલીઝ)ની એક ટેબ્લેટની કિંમત રૂ. 10.7 હશે. સિનોકેમ અને નાટકો ફાર્મા દ્વારા ડેપાગ્લિફ્લોઝિન પ્લસ મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ (એક્સ્ટેન્ડેડ રિલીઝ)ની રિટેલ પ્રાઇસ રૂ. 7.97 નક્કી કરી છે.
ઓથોરિટીએ જણાવ્યું કે, દવાઓની છુટક વેચાણ કિંમત ડ્રગ્સ (પ્રાઈસ કંટ્રોલ) ઓર્ડર- 2013 હેઠળ નક્કી કરવામાં આવી હતી.
કેટલીક ફાર્મા કંપનીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે નિયમનકારે સૌપ્રથમ ફોર્મ્યુલેશન બનાવતી કંપનીઓને ઉત્પાદન ખર્ચ જણાવવા સૂચના આપી હતી.
ઓથોરિટીએ ગ્લાઈમેપીરાઈડ ટેબ્લેટ, ગ્લુકોઝ ઈન્જેક્શન અને ઈન્ટરમીડિયેટ એક્ટિંગ ઈન્સ્યુલિન સોલ્યુશન સહિત 12 એન્ટિ-ડાયાબિટીક જેનરિક દવાઓના ભાવની ટોચમર્યાદા નક્કી કર્યાના લગભગ છ મહિના પછી આ નવો આદેશ આવ્યો છે.
ઓથોરિટીએ દેશમાં વેચાતી 886 શિડ્યુલ્ડ ફોર્મ્યુલેશન અને ચાર શિડ્યુલ્ડ મેડિકલ ડિવાઇસ અને 1,817 નવા દવાઓની રિટેલ પ્રાઇસ નક્કી કરી છે. ઉપરાંત તેણે ઓર્થોપેડિક ની- ઇમ્પ્લાન્ટ્સ (ઘૂંટણના પ્રત્યારોપણ) માટે પણ ભાવની ટોચમર્યાદા નક્કી કરી છે.