
લગ્નપ્રસંગે પણ રાષ્ટ્રગીતનું ગાન અને રાષ્ટ્રીય ચેતના પ્રગટાવવાની પરંપરા સુરતમાં શરુ થઇ છે.સુરતમાં રહેતા હિરપરા પરિવારે દિકરી સ્વાતિના લગ્ન દેશભક્તિની થીમ સાથે કર્યા હતા. લગ્નવિધિ ચાલુ કરતા પહેલા રાષ્ટ્રગીતનું ગાન થયું. સૈનિકોના પરિવારો માટે રૂ. ૧૧૧૧૧૧- નો ચેક જયજવાન નાગરિક સમિતિ સુરતને અર્પણ કર્યો હતો.
સૌરાષ્ટ્રમાં દરેડ ના વતની અને હાલ સુરતમાં રહેતા મુકેશભાઈ હિરપરાની દિકરી ચિ. સ્વાતિના શુભલગ્ન ચિ. મૌલિક ડોબરિયા સાથે તા. ૧૬૦૪ ૨૦૨૨ ના રોજ યોજાયા હતા. શ્રીમતી કૈલાશબેન તથા અશોકભાઈ ડોબરિયા પરિવાર ચિ. મૌલિકની જાનલઇને લઇને મંડપે આવ્યા એટલે સર્વપ્રથમ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતુ, ઉપસ્થિત સર્વે મહેમાનોએ પુરી શિસ્ત સાથે રાષ્ટ્રગીતને માન આપ્યું હતું. દેશભક્તિની થીમ સાથે લગ્નોત્સવનું આયોજન હતું. દિકરી સ્વાતિના દાદા-દાદી લાભબને અને પરશોત્તમભાઈ હિરપરાની ઉપસ્થિતિમાં ગીતાબેન તથા મુકેશભાઈ અને કાકા-કાકી સંગીતાબેન અને ભરતભાઈ એ સૈનિકો માટે રૂ. ૧૧૧૧૧૧- નો ચેક જયજવાન નાગરિક સમિતિ સુરતને શ્રી કાનજીભાઈ ભાલાળા અને લાલજીભાઈ સોજીત્રાને અર્પણ કર્યા હતા. એટલું જ નહિ દાદા પરશોત્તમભાઈ હિરપરાની લાગણીથી દિકરી સ્વાતિને રૂ. ૫ લાખની બેંક ફિક્સ ડીપોઝીટ અર્પણ કરી હતી.
દીકરીને સન્માન ભેર જીવન અને મુશ્કેલીમાં કામ લાગે તેવા હેતુથી હિરપરા પરિવારે બંને દીકરીઓને રૂ. ૫-૫ લાખની બચત સ્વરૂપે
એફ ડી અર્પણ કરી હતી. ટેક્ષ્ટાઈલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલ હિરપરા પરિવારે દીકરીના લગ્નમાં રાષ્ટ્રભક્તિને પણ ઉજાગર કરી છે. રાષ્ટ્રભાવનાનો ગુંજ સાથે યોજાયેલ લગ્ન પ્રસંગે દિલીપભાઈ બુહા, વિઠ્ઠલભાઈ ખુંટ, શ્રી શિવલાલભાઈ પોકિયા, શ્રી ભનુભાઈ દેવાણી,શ્રી બીપીનભાઈ સોજીત્રા અને મહાનુભાવો મોર્ટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને માત્ર સુરતમાં શરૂથયેલી આ પરંપરાથી રાષ્ટ્રીયચેતના પ્રગટાવવાનું કાર્ય થાય છે. તે માટે આ પ્રવૃતિને બિરદાવી
હતી.